તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પોસ્ટિંગમાં CRC BRCને પ્રાથમિકતા આપો : હાઇકોર્ટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોસ્ટિંગમાં CRC-BRCને પ્રાથમિકતા આપો : હાઇકોર્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સર્વશિક્ષાઅભિયાન હેઠળ બ્લોક રિસોર્સ કો-ઓર્ડિનેટરર્સ (બીઆરસી અને ક્લસ્ટર રિસોર્સ કો-ઓર્ડિનેટર (સીઆરસી)ને જે શાળામાંથી ડેપ્યુટેશન પર મોકલ્યા હોય તે શાળામાં તેમને પુન: નિયુક્તિ આપવા હાઇકોર્ટે નિર્દેશ આપ્યો છે. જે માટે રાજ્ય સરકારના વર્ષ 2012ના ઠરાવનો ચુસ્ત રીતે અમલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા કેટલાક સમયના વિવાદ બાદ રાજ્ય સરકારે સીઆરસી અને બીઆરસીને પુન: શિક્ષક તરીકે લેવાનો નિર્ણય કરતા તેનો વિરોધ થયો હતો. હાઇકોર્ટે અંગેની રિટમાં એવી સ્પષ્ટતા કરી છે કે, સીઆરસી અને બીઆરસીને જે શાળામાં ડેપ્યુટેશન પર મોકલવામાં આવ્યા હોય તે શાળામાં તેમની પુન: નિયુક્તિ કે પોસ્ટિંગ કરવામાં આવે. જો તે શાળામાં શિક્ષક સરપ્લસ હોય તો અન્ય શાળામાં તેમની નિયુક્તિ કરવામાં આવે. તે ઉપરાંત અન્ય શાળામાં નિયુક્તિ આપતા સમયે તેમની સિનિયોરિટીને પણ ધ્યાને લેવામાં આવવી જોઇએ. એટલું નહીં અન્ય શાળામાં નિયુક્તિ માટે પ્રથમ નજીકનું ગામ, તાલુકો કે અને નજીકનો તાલુકો તે રીતે ધ્યાને લઇ શિક્ષકોની બદલી કરવી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો