તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • લાલચુ ડોક્ટર પતિથી ત્રસ્ત પત્નીનો આપઘાત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાલચુ ડોક્ટર પતિથી ત્રસ્ત પત્નીનો આપઘાત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આટલું નહીં આત્મહત્યા કરતા પહેલા પરિણીતાએ ઉત્તર પ્રદેશમાં રહેતા પિતા સાથે ફોન ઉપર વાત કરીને કહ્યું હતું કે ‘તુમ્હારા દામાદ દસ-દસ લડકિયાં રખ રહા હૈ, ફિરભી આપતો ઉસી કા હી પક્ષ લોગે ઔર મુજે હી ડાટોગે, જાવ મુજે આપસે બાત નહીં કરની, મમ્મી કો ફોન દો ’. અંગે યુવતીના પિતાએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જમાઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ઉત્તર પ્રદેશના રહેવાસી અને ત્યાં સબમર્સિબલ મોટરનો વેપાર કરતા ધર્મેન્દ્રરાવસિંઘ બહોરેજીની દીકરી શક્તિરાવસિંઘના લગ્ન નીતિનસિંઘ સુજાનસિંઘ ઠાકુર સાથે 18-4-2016 ના રોજ થયા હતા. નીતિન સોલાની એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવી રહ્યો હતો. લગ્ન બાદ 4 દિવસ મધ્ય પ્રદેશના ઘરે રોકાયા બાદ શક્તિરાવ અને નીતિન અમદાવાદ આવી ગયા હતા અને ભાડજ સર્કલ અર્થ એરોમા એપાર્ટમેન્ટમાં રહેતા હતા.

જો કે અમદાવાદ આવ્યા બાદ નીતિન દહેજ બાબતે ત્રાસ આપી રહ્યો હોવાની ફરિયાદ શક્તિરાવ અવાર નવાર માતા-પિતાને કરતી હતી. જો કે નીતિનનો ત્રાસ હદપાર વધી જાય એટલે શક્તિ પિયરમાં રહેવા જતી રહેતી હતી. 17મીએ રાત્રે તેણે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો.

પતિઅે મહિનામાં નોકરી છોડાવી દીધી

શક્તિમેડિકલમાં અભ્યાસ કરતી હતી. જો કે લગ્ન બાદ તેણે અભ્યાસ પૂરો કર્યો હતો અને બી.એચ.એમ.એસ. ડોક્ટર બની હતી અને નીતિનસિંઘ જે હોસ્પિટલમાં નોકરી કરતો હતો ત્યાં નોકરી મેળવી હતી. પરંતુ નીતિને એક મહિનામાં તેને નોકરી છોડાવી દીધી હતી.

લગ્નમાં રૂ. 27.50 લાખનું દહેજ આપ્યું હતું

11 મહિના પહેલાં લગ્ન થયાં હતાં

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો