તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શાસ્ત્રીનગર દુર્ઘટના મૃતકોના પરિવારને 8 લાખની સહાય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાસ્ત્રીનગર દુર્ઘટના મૃતકોના પરિવારને 8 લાખની સહાય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે બન્ને પરિવારોને મેયર અને કલેક્ટરના હસ્તે ચેક અપાશે. ઈજાગ્રસ્તોને પણ સહાય આપવાની વિચારણા ચાલી રહી છે.રોજ મજૂરી કરીને ગુજરાન ચલાવતા ગરીબ પરિવારો પર સૂતેલી હાલતમાં કાર ફરી વળતાં ભગાભાઈ અને તેમની પત્નિ લક્ષ્મીબેનનુ મોત થયું હતું. માતા-પિતા મૃત્યુ પામતા તેમની ત્રણ દિકરીઓની સ્થિતિ સાવ દયનીય બની ગઈ હતી.

બે દિકરીઓ જન્મજાત આંખમી તકલીફ હોવાથી નહીં હોવાથી મેયર ગૌતમ શાહ દ્વારા તેમની નગરી હોસ્પિટલમાં સારવાર કરાવવામાં આવી હતી. ઉપરાંત બાળકીઓના વાલીની જવાબદારી તેમનાં માસીની ફિક્સ કરી હતી. અને તેમને દર મહિને રૂ. ત્રણ હજારની સહાય મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી આપી છે. બાળકીનાં બેન્ક ખાતાં નહીં હોવાના કારણે તેમનું આધારકાર્ડ કઢાવી વાલી સાથે જોઈન્ટ ખાતું ખોલાવ્યું હતું.

દરમિયાનમાં તેમને વધુ આર્થિક સહાય મળે તે માટે મેયર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી હતી. જેના ભાગરૂપે મુખ્યમંત્રી રાહતફંડમાંથી બન્ને પરિવારને આવતીકાલે ચાર-ચાર લાખના સહાયના ચેક આપવામાં આવશે.

મંગળવારે ગુલબાઈ ટેકરા ખાતે યોજાનારા ચેક વિતરણ કાર્યક્રમમાં અમદાવાદનાં કલેક્ટર અવંતિકાસિંઘ અને મેયર સહિતના હોદેદારો હાજર રહેશે.

મેયરના હસ્તે મૃતકોના પરિવારોને ચેક અપાશે

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો