તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જૈન સાધુઓને બૌદ્ધ દર્શનનું જ્ઞાન આપવા કાશીના પંડિત શહેરમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન સાધુઓને બૌદ્ધ દર્શનનું જ્ઞાન આપવા કાશીના પંડિત શહેરમાં

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
શહેરનાપ્રેરણાતીર્થ જૈન દેરાસર ખાતે બિરાજમાન ડહેલાવાળા સમુદાયના આચાર્ય જગચ્ચંદ્રસૂરિશ્વરજી મ.સા.ના શિષ્યરત્નો તાજેતરમાં જૈન ધર્મમાં ખૂબ મહત્વના તેવા ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાં બૌદ્ધ દર્શન પર આધારિત “દ્રગદશારં નવચકમ” નામના ગ્રંથનો અભ્યાસ કરતા માલૂમ પડ્યું કે તેમાં બોદ્ધ દર્શનની ટીકા કરતું એક પ્રકરણ છે. તેની ભાષા અને ફિલોસોફી અંગે જે પણ વાતો પ્રકરણમાં હતી તેના વિશે સમજણ પડતા ખાસ વિષયના જાણકાર કાશી વિશ્વવિદ્યાલય વારાણસીના આચાર્ય સચ્ચિદાનંદ મિશ્રને અમદાવાદ બોલાવવામાં આવ્યા છે. તે રોજના આઠ કલાક સાધુઓને બોદ્ધ દર્શનની માહિતી આપે છે.

અંગે માહિતી આપતા આચાર્ય સચ્ચિદાનંદ મિશ્રએ જણાવ્યું હતું કે, ભારતમાં બોદ્ધ ધર્મનો ઉદય થયો હતો. જૈન ધર્મ અને હિંદુ ધર્મ સહિતના ધર્મોમાં કેટલીક સામ્યતાઓ રહેલી છેે. જૈન ધર્મમાં રહેલી અહિંસાની વ્યાખ્યા અને બોદ્ધ ધર્મની અહિંસાની વ્યાખ્યામાં ઘણો ભેદભાવ રહેલો છે. આમ વૈચારિક મતભેદો દરેક જગ્યાએ હોય છે. તેમ ધર્મ અને તેની ફિલોસોફીમાં રહેલો છે. જમ્બુુવિજયજી મ.સા. દ્વારા દ્રગદ્શારં નવચકમ ગ્રંથનું સંપાદન 30 વર્ષની કઠિન મહેનતબાદ કરવામાં આવ્યું હતું. તેમાં લખવામાં આવેલી ભાષા સરળ છે પરંતુ તેની ફિલોસોફી અને સંદર્ભ સમજવો જરૂરી છેે. મુનિ વિશ્વચંદ્રવિજયજી મ.સા.એ જણાવ્યું હતું કે, તાજેતરમાં હું સ્યાદવાદના સિદ્ધાંત અંગે અભ્યાસ કરી રહ્યો છું. જેને સમજવા માટે મેં ન્યાયબિંદુપ્રકરણ, ન્યાયપ્રવેશકશાસ્ત્રમ સહિતના ગ્રંથોનો અભ્યાસ કર્યો છે. સિદ્ધાંત અંગે ગ્રંથમાં ઘણી માહિતી આપવામાં આવેલી છેે. પરંતુ તેને સવિશેષ સમજવા માટે બૌદ્ધ દર્શનનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. તેને સમજ્યા વિના સિદ્ધાંતોને યોગ્ય રીતે સમજી શકાય તેમ નથી. ગ્રંથમાં સિદ્ધાંત વિગતવાર સમજાવવામાં આવેલો છે.

બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો વિરોધ કરતા પ્રાચીન જૈન ગ્રંથો વિષે કાશીના પંડિત સચ્ચિદાનંદ મિશ્ર જૈનાચાર્યોને જ્ઞાન આપી રહ્યાં છે.

બોદ્ધ ધર્મના સિદ્ધાંતોનો વિરોધ કરતા ગ્રંથો શીખવે છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો