તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમિત શાહના ભાણાની બેગ ટ્રેનમાંથી ચોરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમિત શાહના ભાણાની બેગ ટ્રેનમાંથી ચોરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભાણિયાની ટ્રોલી બેગ મંગળવારે સાંજે ફાલના સ્ટેશન પર ટ્રેનમાંથી ચોરાઈ ગઈ હતી. પોતાને અમિત શાહનો ભાણિયો કહેનાર અને મુંબઈ રહેતો વિરાજ શાહ અમદાવાદથી યોગા એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં જયપુર જઈ રહ્યો હતો. તેની સામેની સીટ પર અમદાવાદથી એક યુવાન મુસાફરી કરી રહ્યો હતો જે તક જોઈને વિરાજની ટ્રોલી બેગ લઈ ફાલના સ્ટેશને ઉતરી ગયો હતો. સમયે વિરાજ વોશરૂમમાં ગયો હતો. તેણે મારવાડ સ્ટેશને ઉતરી જીઆરપી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે જણાવ્યું કે, તેની ટ્રોલી બેગમાં 1.75 લાખ રૂપિયા, લેપટોપ, આઈપેડ, મોબાઈલ, સોનાની ચેન, રોલેક્સ ઘડીયાળ, બે વીંટી, એટીએમ કાર્ડ, પાસપોર્ટ, વોટર આઈડી કાર્ડ સહિત અન્ય કિંમતી સામાન અને કપડા હતા.

મારવાડ સ્ટેશને જીઆરપી પોલીસે વિરાજ શાહની ફરિયાદ નોંધી તેને વધુ તપાસ માટે આબુુરોડ જીઆરપીને મોકલી આપી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ વિરાજ મંગળવારે અમદાવાદથી દિલ્હી - હરિદ્વાર યોગા એક્સપ્રેસના ફર્સ્ટ એસી કોચમાં જયપુર જઈ રહ્યો હતો ત્યારે જનરલ ટિકિટ પર રિઝર્વેશન કરાવી અન્ય એક યુવક તેની સામેની સીટ પર આવ્યો હતો. જે ગુજરાતી અને અંગ્રેજીમાં વાત કરતો હતો. સાંજે લગભગ 5 વાગે વિરાજ ફાલના સ્ટેશને વોશરૂમમાં જઈ પોતાની સીટ પર પાછો આવ્યો ત્યારે તેની ટ્રોલી બેગ ગાયબ હતી. તપાસ કરતા કોચના અટેન્ડેન્ટે જણાવ્યું કે, તમારી સામેની સીટ પર મુસાફરી કરતો યુવક ટ્રોલી બેગ સાથે ફાલના સ્ટેશને ઉતરી ગયો છે. જેના પગલે વિરાજ શાહ મારવાડ સ્ટેશને ઉતરી જીઆરપીમાં વિશે ફરિયાદ નોંધાવી હતી.

ફર્સ્ટ એસીમાંથી 1.75 લાખ રોકડા, લેપટોપ, આઈપેડ, રોલેક્સ ઘડિયાળ સહિતનો મુદામાલ ગયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો