તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ચારણકા સોલાર કૌભાંડ માટે પાવર કોર્પોરેશન જવાબદાર: ઊર્જા વિભાગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચારણકા સોલાર કૌભાંડ માટે પાવર કોર્પોરેશન જવાબદાર: ઊર્જા વિભાગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટણનજીક ચારણકામાં સોલર પાવરપ્રોજેક્ટની સ્થાપના માટે ટેન્ડર સિવાય અપાયેલા કામ સામે થયેલી જાહેરહિતની રિટમાં આખરે રાજ્ય સરકારે તમામ જવાબદારી ગુજરાત પાવર કોર્પોરેશનની હોવાનું જણાવી ઊર્જા અને પેટ્રોકેમિકલ વિભાગે કૌભાંડમાંથી પોતાનો હાથ બહાર કાઢી લીધો છે. હાઇકોર્ટ સમક્ષ કરેલી એફિડેવિટમાં વિભાગે સ્પષ્ટ કહ્યું છેકે, રાજ્ય સરકારે સ્થાપેલું પાવર કોર્પોરેશન તમામ કામગીરી કરી છે ત્યારે તેનો વધુ સારો જવાબ પણ તે આપી શકે. ચીફ જસ્ટિસની ખંડપીઠે મામલે તમામ પક્ષકારોને નોટિસ પાઠવી કેસની વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.

પાટણના ચારણકા ગામે સોલર પ્રોજેક્ટની સ્થાપનામાં કરોડોના કોન્ટ્રાક્ટ બારોબાર રાજકારણીઓના સગાઓને અપાયા હોવા અંગે ફરસુભાઇ ગોકલાણીએ કરેલી જાહેરહિત રિટમાં બુધવારે રાજ્ય સરકારે કેસમાં એફિડેવિટ કરી એવી રજૂઆત કરી હતીકે, બાબતમાં અરજદારના કોઇ મૂળભૂત અધિકારનું હનન થયું નથી. ઉપરાંત મામલો મુખ્યત્વે ગુજરાત પાવર કોર્પોરેશન લી. સાથે સંકળાયેલો છે. જે 24 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તે જે જગ્યાના છે ત્યાં સોલર પ્રોજેક્ટ સ્થાપવામાં આવી રહ્યો છે. તે માટે જરૂરી માળખાકીય સવલતો ઊભી કરવાની જવાબદારી ગુજરાત પાવર કોર્પોરેશન લિ.ની હતી. જેથી ક્ષેત્રમાં રાજ્ય સરકાર કે ઊર્જા અને પેટ્રોલિયમ વિભાગે કોઇ નિર્ણય લીધો નથી.

હાલ સોલર પ્રોજેક્ટ સ્થળે 500 મેગાવોટનો પ્લાન છે જ્યાં 350 મેગાવોટ સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા છે.

નોડલ એજન્સી તરીકે પાવર કોર્પોરેશને કામ કર્યું હોવાથી તે જવાબ આપી શકે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો