• Gujarati News
  • National
  • માણસ વૉટ્સ અપ પર ફોટો અપલોડ કરે છે ને ટ્રાફિક પોલીસને ખુલાસા આપવા પડે છે

માણસ વૉટ્સ અપ પર ફોટો અપલોડ કરે છે ને ટ્રાફિક પોલીસને ખુલાસા આપવા પડે છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૅનચાલક પીયૂષ ટ્રાફિક પોલીસને ‘ઝેર’ જેવો લાગે છે

ભ્રષ્ટાચારથી કંટાળી સ્કૂલવર્ધી છોડી હવે રસ્તા પર મોબાઇલમાં ગેરશિસ્તના વીડિયો ઉતારે છે

એક વખત પીયૂષભાઈ પર ટ્રાફિક બ્રિગેડના જવાને ઈંટ ફેંકી હતી. વિશેની તેમની ફરિયાદના જવાબમાં ટ્રાફિક પોલીસે સ્વીકાર્યું હતું કે, વીડિયોગ્રાફી કરીને પીયૂષભાઈ માનસિક રીતે હેરાન કરે છે.

અંગે પીયૂષભાઈએ કહ્યું, ‘મેં 2004થી 2014 સુધી સ્કૂલ વર્ધીની વૅન ફેરવી છે. વખતે હું પણ બીજા સ્કૂલ વૅનચાલકોની જેમ ટ્રાફિક પોલીસને દર મહિને 300 રૂપિયાનો હપતો આપતો હતો.

મારી પાસે વૅનના કાગળો હોવા છતાં ગમે ત્યારે ટ્રાફિકવાળા 100-200 રૂપિયા લઈ લેતા. એક દિવસ એક ટ્રાફિક પોલીસે મને રોકીને તારી ગાડીમાં જેટલા નટ-બોલ્ટ છે, તેટલા અલગ અલગ કારણોસર હું દંડ કરી શકું, તેમ કહ્યું. વાત સહન થતાં સ્કૂલવર્ધી બંધ કરી. હવે હું મારી વૅન ખાનગી વર્ધી માટે ફેરવું છું’

પીયૂષભાઈની ફરિયાદોથી કંટાળીને ટ્રાફિક પોલીસ વિભાગે તેમનો મોબાઇલ નંબર વોટ્સએપ પર બ્લોક કરી દીધો હતો. તેમણે કહ્યું, ‘મેં ઉચ્ચ અધિકારીને ફરિયાદ કરીને મારો નંબર ફરીથી અનબ્લોક કરાવી દીધો હતો.’

પીયૂષભાઈએ ફેસબુક પર ‘અંધા કાનૂન’ નામનું એકાઉન્ટ બનાવ્યું છે, જ્યાં તે પુરાવા મૂકતા રહે છે. તેમણે કહ્યું કે, ‘મારી પાસે ટ્રાફિક પોલીસના ભ્રષ્ટાચાર અને નિયમ વિરુદ્ધની કામગીરીનો 20 GB જેટલો ડેટા છે.

હું ફરિયાદ કરું છું, પરંતુ તેની સામે જે-તે ટ્રાફિક પોલીસ કે ટ્રાફિક બ્રિગેડના જવાન સામે ક્યારેય પગલાં ભરાતાં નથી.’

પીયૂષ સુથાર

ટેબ્લેટ પર મેસેજ દેખાતા નથી : ટ્રાફિક પોલીસ

^ટ્રાફિકકમ્પ્લેઇન માટે વપરાતું ટેબ્લેટ 5 વર્ષ જૂનું હોવાથી મેસેજ જોઈ શકાતા નથી. તેથી અત્યારે કામ હાલ પૂરતું ધીમું છે. નંબર પર મળતી ફરિયાદોનું નિરાકરણ થાય છે. > બલરામમીણા, ટ્રાફિકકંટ્રોલ ડીસીપી

અન્ય સમાચારો પણ છે...