• Gujarati News
  • National
  • પીરાણા ખાતેના ગણેશનગરના છાપરામાં આગ

પીરાણા ખાતેના ગણેશનગરના છાપરામાં આગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીરાણામાંઆવેલા ગણેશનગરના છાપરામાં રવિવારે બપોરે આગ લાગી હતી. આગની લપેટમાં 17 ઝૂંપડા આવતા 17 પરિવારની ઘરવખરી સહિતનો સમાન સળગી ગયો હતો. બે કલાકમાં ફાયરે આગ પર કાબૂ મેળવી લીધો હતો.

રિવરફ્રન્ટ પ્રોજેક્ટના વિસ્થાપિતોને પીરાણા ગણેશનગરના છાપરામાં પ્રાથમિક ધોરણે રહેવા વ્યવસ્થા કરાઈ હતી. રવિવારે બપોરે ગણેશનગરના છાપરામાં આગ લાગતા 17 ઝૂંપડા સળગી ગયા હતા. 2 વોટર ટેન્કર, 2 ફાયર ફાઈટરની મદદથી 20 ફાયરના જવાનોએ 2 કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ એક ઝૂંપડામાં ચૂલો સળગાવતા લાગી હોવાનું મનાઇ રહ્યું છે. વળી અહીં રહેલા ઝૂંપડાં કપડા તથા લાકડાના બનેલા હોઇ આગ ઝડપથી પ્રસરી હતી. 2013 અને 2014માં અનેક હોનારતોને લીધે વસાહતના ઝૂંપડા ઊડી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...