• Gujarati News
  • National
  • શીલનું રક્ષણની જવાબદારી મહિલાઓની છે : હાઇકોર્ટ

શીલનું રક્ષણની જવાબદારી મહિલાઓની છે : હાઇકોર્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેસમાં અરજદાર દ્વારા તેની સામે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ રદ્ કરવા માટે પિટિશન કરવામાં આવી હતી. ફરિયાદમાં એવી રજૂઆત કરાઇ હતી કે, મહિલાએ રાજકોટમાં 18 વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં. લગ્નથી તેને બે સંતાન હતા. બાદમાં તેને અન્ય એક વ્યક્તિ ભાણજીભાઇ ચાવડા સાથે મિત્રતા થઇ હતી. બાદમાં તેણે પોતાના પતિથી છૂટાછેલા લીધા હતા અને ભાણજીભાઇએ તેની રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. છૂટાછેડા બાદ તેની સાથે લગ્ન કરવાનું પણ વચન આપ્યું હતું. જે બાદ ભાણજીભાઇએ તેનું શારીરિક-માનસિક શોષણ કર્યું હતું. પોલીસમાં ફરજ બજાવતા ભાણજીભાઇએ તેને નિવૃત્તિ પછી તેના પીએફના નાણાંમાંથી 50 ટકા રકમ આપવાનું પણ જણાવ્યું હતું. હાઇકોર્ટે નોંધ્યું હતું કે, કેસમાં સ્પષ્ટ છે કે, મહિલાએ પરિણીત હોવા છતાં તેણે પરિણીત પુરુષના પ્રેમમાં પડી. સોના અને મિલકતની લાલચે તે એએસીઆઇ સાથએ રહી, 16 વર્ષ સુધી સંબંધ રાખ્યો અને એક પણ વખત લગ્નનું વચન પાળવા માટે તેણે પુરુષને કહ્યું નહીં.

16 વર્ષ સુધી સંબંધો ચાલુ રાખ્યા તે દર્શાવે છે કે, તેણીનો સ્વૈચ્છાચાર હતો નહીં. આરોપી પોલીસ કર્મી હોવાથી તેમજ બે સંતાનનો પિતા હોવાથી તેને બળાત્કારના કેસમાં લઇ શકાય તો તેનો જવાબ નેગેટિવ છે.

લીવ-ઇનમાં 16 વર્ષે કરેલી બળાત્કારની ફરિયાદ ફગાવી

અન્ય સમાચારો પણ છે...