• Gujarati News
  • National
  • ટુંડેલ સીમમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 1નું મોત

ટુંડેલ સીમમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, 1નું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસોતાલુકાના ટુંડેલ ગામની સીમમાં એક લકઝુરીયસ કારના ચાલકે વાહન પુરઝડપે હંકારી સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જેથી ગાડીને ડીવાઇડર કુદાડી રોંગ સાઇડે આવી જતાં સામેથી આવતી ટ્રક સાથે ધડાકા ભેર અથડાઇ હતી. ગમખ્વાર અકસ્માતમાં ગાડીના ચાલકનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું. બનાવ સંદર્ભે વસો પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ 100 ફુટ રોડ ઉપર રહેતા રાજેન્દ્રભાઇ દેવકરણ પ્રજાપતિ શનિવારે સાંજના કાર લઇ અમદાવાદથી આણંદ તરફ જતા હતાં. દરમ્યાન પીજ ઓવરબ્રીજ ઉતરતાં રાજેન્દ્રભાઇએ કાર પુરઝડપે હંકારી કાબુ ગુમાવતા ગાડી ડીવાઇડર કુદાડી રોંગ સાઇડે ધસી જવા સાથે સામેથી આવતી ટ્રક સાથે અથડાઈ હતી.. ગાડીના ચાલક રાજેન્દ્રભાઇને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મૃત્યુ નીપજયું હતું.

ડિવાઈડર પરથી ધસી આવેલી કાર ટ્રક સાથે અથડાઈ હતી. - ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...