તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણી ગેરરીતિ મુદ્દે હાઈકોર્ટે મંત્રી પુરુષોત્તમ સોલંકીને રાહત આપી

ચૂંટણી ગેરરીતિ મુદ્દે હાઈકોર્ટે મંત્રી પુરુષોત્તમ સોલંકીને રાહત આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં1996માં લોકસભાની ચૂંટણી સમયે મતદારોની આંગળી પરના નિશાન દૂર કરવાના કેમિકલ સાથે પકડાયેલા બે આરોપીઓના કેસમાં પોલીસે પાછળથી મંત્રી પુરુષોત્તમ સોલંકીને પણ આરોપી તરીકે જોડ્યા હતા. સોલંકી સામે સ્થાનિક કોર્ટે કાઢેલા પકડ વોરંટને પડકારતા કેસમાં હાઇકોર્ટે વોરંટ સામે હાલ પૂરતો સ્ટે આપી દીધો છે.

લોકસભાની 1996ની ચૂંટણી સમયે વરતેજ પોલીસ મથક વિસ્તારમાં બે ઇસમોની કારમાંથી પોલીસે તપાસ કરતા તેમની પાસે ચૂંટણી દરમિયાન આંગળી પર કરવામાં આવતા નિશાનને મિટાવવા માટેનું કેમિકલ મળી આપ્યું હતું. પોલીસે પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, અપક્ષ તરીકે ઊભા રહેલા પુરુષોત્તમ સોલંકીના તેઓ એજન્ટ છે.

જો કે તેમની પાસેથી એજન્ટ અંગેના કોઇ ઓળખના પ્રમાણપત્રો નહીં મળ‌તા પોલીસે તે સમયે માત્ર બે આરોપી સામે ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પોલીસે 1999માં કેસમાં પુરુષોત્તમ સોલંકી સામે પણ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...