તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં ઉછાળો

શહેરમાં એક સપ્તાહમાં ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસમાં ઉછાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાંશિયાળાની શરૂઆતમાં મચ્છરોના ઉપદ્રવને પગલે ચીકનગુનિયા, ડેન્ગ્યૂ, ફાલ્સીપારમના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. એક સપ્તાહમાં મેલેરિયાના 94, ફાલ્સીપારમના 69, ચીકનગુનિયાના 29 અને ડેન્ગ્યૂના 119 કેસો નોંધાયા છે. શહેરમાં બેવડી મોસમને લીધે છેલ્લાં કેટલાંક દિવસોથી મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને તેના પગલે ચીકનગુનિયા, ડેન્ગ્યૂ સહિત મચ્છરજન્ય રોગનો ભોગ બનતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હેલ્થ વિભાગે, ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 9 લાખથી વધુ બ્લડ સેમ્પલ લીધા છે અને 36,328 સીરમ ટેસ્ટ કરાયા છે. ક્લોરિન ટેસ્ટ કરાય છે પાણીના સેમ્પલ લેવામાં આવ્યા છે અને તેની ચકાસણી કરીને પગલાં લેવામાં આવે છે. બિનઆરોગ્યપ્રદ ખાદ્યાસામગ્રીનો નાશ કરવામાં આવી રહ્યો છે. ચાલુ વર્ષે નવેમ્બરમાં અત્યાર સુધીમાં મેલેરિયાના 369, ઝેરી મેલેરિયાના 311, ચીકનગુનિયાના 80 અને ડેન્ગ્યૂના 198 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...