તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રાજ્યમાં કરજણ સહિત નવા 13 ઇન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી

રાજ્યમાં કરજણ સહિત નવા 13 ઇન્ડસ્ટ્રીયલ પાર્કને મંજૂરી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રીવિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટીની બેઠકમાં રાજ્યમાં ઔદ્યોગિક પાર્ક તેમજ લોજિસ્ટિક પાર્ક માટેની અરજીઓની સમીક્ષા કર્યા બાદ નવા 13 ઔદ્યોગિક પાર્ક અને 3 લોજિસ્ટિક પાર્ક વિકસાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. 13 નવા ઔદ્યોગિક પાર્કમાં 807.66 હેક્ટર જમીનમાં નવા ઉદ્યોગો વિકસશે.આ નવા ઔદ્યોગિક પાર્કમાં ખાનગી ઉદ્યોગકારો 2494 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કરશે તેવી સંભાવનાઓ અંગે વિચાર વિમર્શ કરાયો હતો. નવા પાર્ક મંજૂર થવાને કારણે અમદાવાદના વિરમગામ, સાણંદ, બાવળા,માંડલ,વડોદરાના કરજણ, મહેસાણાના કડી, ખેડા તેમજ સુરતના કામરેજ તાલુકાઓમાં ઉદ્યોગકારોને જમીન અને આંતરમાળખાકીય સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ બનશે. સાથે સ્થાનિક રોજગારીની તકો પણ ઉપલબ્ધ થશે.

ઔદ્યોગિક એકમો માટે 807 હેક્ટર જમીન ઉપલબ્ધ થશે

CMના અધ્યક્ષસ્થાને સ્ટેટ એમ્પાવર્ડ કમિટીની બેઠક મળી

અન્ય સમાચારો પણ છે...