તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કૃષ્ણનગર પાસે પોલીસે કસાઇઓ પકડ્યા

કૃષ્ણનગર પાસે પોલીસે કસાઇઓ પકડ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કોર્પિયોમાં કતલખાને લઈ જવાતા બે વાછરડા બચાવ્યા: 7 ઝડપાયા

નિકોલપોલીસે કૃષ્ણનગર ચાર રસ્તા પાસે સ્કોર્પિયો કારમાંથી બે વાછરડાને છોડાવી સાત કસાઈઓની ધરપકડ કરી છે. પોલીસને મળેલી બાતમીને આધારે સ્કોર્પિયોમાં પશુ ભરીને કતલખાને ઉપરાંત વેચવા માટે લઈ જવામાં આવે છે. જેથી પેટ્રોલિંગ કરી રહેલી નિકોલ પોલીસે કૃષ્ણનગર વિસ્તારમાં સ્કોર્પિયો રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કસાઈઓએ ગાડી રોકતા પોલીસે કારનો પીછો કર્યો હતો. જેમાં કૃષ્ણનગર ચાર રસ્તા ખાતે સ્કોર્પિયો ગાડી એક અન્ય ગાડી સાથે અથડાઈ રોકાઈ ગઈ હતી.

પોલીસે નિર્દય રીતે ભરેલા બે વાછરડાઓને મુક્ત કર્યાં હતાં. જ્યારે નિકોલ પોલીસે પશુ સંરક્ષણ અધિનિયમ મુજબ આરોપી યાસીન કુરેશી, ઈમરાન મલેક, મયુદ્દીન શેખ, ઈર્ષાદ્ શેખ, આઝાદ કુરેશી, મહોમ્મદ ઝુબેર કુરેશી અને નૂરમહમ્મદ ખેરૂદ્દીન શેખની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...