તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નોટબંધી: રિઝર્વ બેન્કનું વલણ નિરાશાજનક

નોટબંધી: રિઝર્વ બેન્કનું વલણ નિરાશાજનક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોને પડતી હાલાકીને વાચા આપવા એનસીપીના ધરણાં

નોટબંધીથી સરકારે 8 લાખ કરોડનું કૌભાંડ આચર્યું: આપ

PMOમાં કાળી કમાણીવાળાનાં નામ છે તેને જાહેર કરો : કોંગ્રેસ

ગુજરાતબંધના એલાનને મોકૂફ રાખ્યા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 33 જિલ્લા અને આઠ મહાનગરોમાં રેલી અને ધરણાના કાર્યક્રમ યોજાયા હતા. અમદાવાદમાં રેલી પૂરી થયા પછી ખાનપુરની રૂપાલી સિનેમા પાસે યોજાયેલી જાહેરસભાને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય પ્રવક્તા શકિતસિંહ ગોહિલ, ધારાસભ્યો શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ સહિતના નેતાઓએ સંબોધી હતી. પ્રદેશ પ્રમુખ સોલંકીએ વડાપ્રધાન કાર્યાલયમાં ગુપ્તરીતે રખાયેલી કાળા નાણાં રાખનારા લોકોની યાદી જાહેર કરે તેવી માગણી કરી હતી.

અમદાવાદના શાહીબાગ ખાતેના સરદાર પટેલ સ્મારક ખાતેથી આશ્રમરોડ થઇને રૂપાલી સિનેમા પાસે રેલી જાહેરસભામાં ફેરવાઈ હતી. જાહેરસભાને સંબોધન કરતા પ્રદેશ પ્રમુખ સોલંકીએ કહ્યું હતું કે વડાપ્રધાન જ્યારે મુશ્કેલીમાં મુકાય છે ત્યારે ભેદભાદ અને કોમી હુલ્લડો કરાવે છે અને તેમાં તેઓ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માહેર છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાને ચૂંટણી વખતે સ્વિટ્ઝર્લેન્ડમાંથી કાળુ નાણું લાવીને રૂ. 15 લાખ તમામના ખાતામાં જમા કરાવવાનો વાયદો કર્યો હતો. જે ભૂલાઇ ગયો અને દેશનું ચલણી નાણું રદ કરીને કટોકટી જેવી સ્થિતિ સર્જી છે. વડાપ્રધાને નોટબંધી કરીને પ્રજાને મુશ્કેલીમાં મૂકી દીધી છે.

સાવરકુંડલાના આંબરડી ગામે કોંગ્રેસ કાર્યકરોએ મોદીના મગજનું ઓપરેશન કરી ખેતીક્ષેત્રનું નખ્ખોદ વાળતો કીડો બહાર કાઢ્યો હતો.

પ્રજાને પડતી હાલાકી માટે કોંગ્રેસે મોદી સરકાર તો એનસીપીએ આરબીઆઈના માથે ઠીકરું ફોડ્યું

અન્ય સમાચારો પણ છે...