તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • IPSના ઘરમાં ઘૂસી બુકાનીધારીએ સગીર પુત્રીની હત્યાનો પ્રયાસ કર્યો

IPSના ઘરમાં ઘૂસી બુકાનીધારીએ સગીર પુત્રીની હત્યાનો પ્રયાસ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અધિકારીની પુત્રી ફ્લેટમાં એકલી હતી ત્યારે મધરાતે યુવાન ઘૂસી આવ્યો

ગુલબાઈ ટેકરા ખાતેના સમર્પણ ટાવરની શનિવારની મોડી રાતની ઘટના

ડેપ્યુટેશનઉપર ગુજરાત બહાર ફરજ બજાવી રહેલા એક સિનિયર આઈપીએસ અધિકારીના ઘરમાં ઘૂસી આવેલા બુકાનીધારી યુવાને તેમની 17 વર્ષની દીકરીનું ગળું દબાવીને હત્યાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાત બહાર ફરજ બતાવતા અધિકારીના પત્ની તેમના દીકરા અને દીકરી સાથે ગુલબાઈ ટેકરા ખાતેના હાઈ સિક્યુરિટી ઝોનમાં આવેલા આઈપીએસ અધિકારીઓના નિવાસ સમર્પણ ટાવરમાં રહે છે. સંબંધીના લગ્ન હોવાથી અધિકારીના પત્ની તેમના દીકરા સાથે 3 દિવસ પટના ગયા હતા.

આવામાં અમદાવાદની એક ઈન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ-12માં અભ્યાસ કરતી તેમની પુત્રી શનિવારે ઘરમાં એકલી હતી. બપોરે 1 વાગ્યે સ્કૂલેથી છૂટીને ઘરે આવ્યા બાદ સગીરા તેના સ્કૂલના મિત્રો સાથે ફિલ્મ જોવા ગઇ હતી અને સાંજે ઘરે આવીને જમીને રાત્રે બેડરૂમમાં સૂવા ગઇ હતી.

રાત્રે 1 વાગ્યાની આસપાસ પોતાની છાતી પર વજન લાગતા સગીરા એકદમ જાગી ગઇ અને જોયું તો તેની ઉપર કોઇ બેઠું હતું. નાઈટ લેમ્પ ચાલુ હોવાથી તેણે મોઢા ઉપર માસ્ક પહેર્યો હતો તે દેખાયો પણ ચહેરો દેખાયો હતો. હજુ સગીરા કશું સમજે તે પહેલા યુવાને બંને હાથ વડે તેનું ગળું દબાવી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેણે પ્રતિકાર કરીને ધક્કો મારતા તે યુવાન બેડની નીચે પડી ગયો હતો અને ભાગીને ડ્રોઈંગ રૂમનો દરવાજાથી બહાર નીકળી પગથિયાં ઉતરીને ભાગી ગયો હતો.

સગીરાએ મદદ માટે બૂમાબૂમ કરતાં પડોશીઓ દોડી આવ્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં યુવાન ભાગી ગયો હતો. અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

દરેક પાસાઓની તપાસ કરીશું: ડીસીપી

^હુમલાખોર કોણ હતો અને કેવી રીતે ફ્લેટમાં ઘૂસ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. જ્યારે ઘટનાની ગંભીરતાથી નોંધ લઇને તપાસ એસીપી બી.યુ.જાડેજાને સોંપવામાં આવી છે. ફ્લેટમાં સીસીટીવી કેમેરા નહીં હોવાથી ફૂટેજ મળ્યા નથી. > બિપીનઆહિર, ડીસીપીઝોન-1

ચિંતાજનક ઘટના પણ પોલીસ પર ભરોસો છે

અાઘટના બાદ સગીરાના પિતા આઈપીએસ અધિકારીએ કહ્યું હતું કે જે ઘટના બની છે તે ખૂબ ચિંતાજનક છે. અંગે પોલીસ તપાસ કરી રહી છે. મને પોલીસ ઉપર પૂરો ભરોસો છે.

સગીરાનેનખ વાગ્યા, ખૂનની કોશિષનો ગુનો

સગીરાઆઈપીએસની દીકરી હોવાથી તેને હુમલાખોરના નખ વાગ્યા તો પોલીસે આઈપીસી કલમ -307(ખૂનની કોશિષ), 452(ગેર કાયદેસર રીતે ગૃહ પ્રવેશ), 323(ગડદા પાટુનો માર મારવો), પોસ્કો કલમ-8(સગીરા સાથે શારીરિક અડપલાં કરવા)ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

સમર્પણ ટાવરમાં મોટી સંખ્યામાં આઈપીએસ - આઈએએસ અધિકારીઓ રહે છે. જેથી મેન ગેટ ઉપર હથિયાર ધારી બે એસઆરપીના જવાનો તેમજ દરેક બ્લોકની નીચે બે હથિયારધારી એસઆરપીના જવાન 24 કલાક તહેનાત રહે છે. તેમ છતાં ત્યાં કોઇ બુકાનીધારી યુવાન ઘૂસી આવતા ત્યાંની સુરક્ષાને લઇને અનેક સવાલ ઊભા થયા છે.

IPS પરિવારની સુરક્ષાને લઇને અનેક સવાલ

અન્ય સમાચારો પણ છે...