તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સોનાના લૂંટ કેસમાં ભાઈ બહેન સહિત 4ને ત્રણ દિવસના રિમાન્ડ

સોનાના લૂંટ કેસમાં ભાઈ-બહેન સહિત 4ને ત્રણ દિવસના રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારકરોડના મૂલ્યના સોનાની લૂંટ કરનારા ભાઈ-બહેન સાગર અને પિંકી ઉપરાંત તેમના મા-બાપને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એચ.આર.શાહે ત્રણ દિવસના રિમાન્ડ પર સોંપ્યા છે. સનસનાટીભરી લૂંટમાં બંને ભાઈ-બહેન ઉપરાંત તેમના માતા-પિતાની પણ પ્રત્યક્ષ સંડોવણી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

4 કરોડના સોનાની લૂંટ કરનાર સાગર અને તેની બહેન પિંકી બાદ નવરંગપુરા પોલીસે તેમના પિતા સતરામ ભાગચંદાણી અને માતા કોમલની ધરપકડ કરી છે. લૂંટનું કાવતરું ઘડવામાં, સંતાનોને મદદ કરવામાં તેમજ પુરાવાનો નાશ કરવામાં બંનેની મહત્વની ભૂમિકા રહી હતી.

સાગર અને પિંકી લૂંટ કરવા જઇ રહ્યા હતા ત્યારે માતા-પિતાએ તે બંનેને વિજયી ભવના આશીર્વાદ આપીને પોલીસના હાથમાં આવે તે માટે શું-શું તકેદારી રાખવી તે અંગે સલાહ આપી હતી. જ્યારે પિતાએ લૂંટ કરવા જવા માટે સાગર અને પિંકીને બાઈક અને હથોડી આપ્યા હતા જ્યારે લૂંટ કરીને આવ્યા પછી માતાએ બ્લીચિંગથી સાગર અને કોમલના કપડા ધોઇને પુરાવાનો નાશ કર્યો હતો.

એસઆઈએસ કેશ સર્વિસ પ્રા.લિ. કંપનીના સિક્યુરિટી ગાર્ડ ઉપર હુમલો કરી 4 કરોડના 14 કિલો 200 ગ્રામ સોનાની લૂંટમાં સાગર અને તેની બહેન પિંકી પછી નવરંગપુરા પોલીસે તેના માતા-પિતાની ધરપકડ કરી છે. સટ્ટામાં 11 લાખ હારી જતા તેમજ હુક્કાબારનું 4.50 લાખનું બિલ ચૂકવવા સાગરે નંદુ દેસાઇ અને કરણ દેસાઇ પાસેથી 10 ટકા વ્યાજે પૈસા 9.50 લાખ રૂપિયા લીધા હતા. જેના વ્યાજ અને 50 ટકા પેનલ્ટી સાથે 15 લાખ ચૂકવવાના થતા હતા.

6 લાખના 200 ગ્રામ સોનાનો હિસાબ નથી

લુટારુઓ કુલ 14 કિલો 200 ગ્રામ સોનું લૂંટી ગયા હતા. જ્યારે ક્રાઈમ બ્રાન્ચે સાગરના ઘરમાંથી 13 કિલો 500 ગ્રામ સોનું કબજે કર્યુ છે. જ્યારે 500 ગ્રામ સોનું સાગરે 15 લાખના બદલામાં સાગર અને નંદુને આપ્યું હતું. જ્યારે 200 ગ્રામ સોનું હજુ ગાયબ હોવાથી પોલીસ તેનો હિસાબ મેળવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...