તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશમાંથીકાળુ નાણુ ડામવા 500 અને 1 હજારની નોટો રદ કરાયા પછી કાળા બજારીયાઓ તથા સંગ્રહખોરોએ રાખી મૂકેલી નોટોનો નિકાલ કેવીરીતે કરવો તે યક્ષપ્રશ્ન બની ગયો છે. ત્યારે હજી પણ શહેરના કેટલાક મંદિરોમાં ભાવિકો જૂની નોટો દાનપેટીમાં નાખી જાય છે. સિવાય ભગવાનના ચરણોમાં લોકો જૂની નોટો મૂકે છે.

મંદિરના ટ્રસ્ટીઓને જૂની નોટો બેન્કમાં જમા કરાવી પડે છે. સાથોસાથ તેની નોંધ પણ રાખવી પડી છે. અંગે મણિનગર ગાદી સંસ્થાનના મહંત ભગવતપ્રિયસ્વામીએ જણાવ્યું હતું કે, હજી પણ અમારા મંદિરની દાનપેટીમાં લોકો 500-1 હજારની જૂની નોટો નાખી જાય છે. અમે મંદિરમાં બોર્ડ માર્યા છત્તાંય પણ હજી ભાવિકો આમ કરે છે. સાથે મંદિરના દાનમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. સિદ્ધિવિનાયક મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઇ પુરોહિતે જણાવ્યું હતું કે, નોટબંધી પછી અમારા મંદિરમાં ભક્તોની સંખ્યા તો એટલી રહી છે પણ દાનમાં ઘટાડો થયો છે. હજી પણ લોકો ભગવાનને જૂની નોટો અર્પણ કરી રહ્યા છે. સોલા ભાગવત વિદ્યાપીઠના ઉન્મેશભાઇ દિક્ષિતે જણાવ્યું હતું કે, અમારા મંદિરની દાનપેટી રોજ ખોલવામાં આવે છે. છેલ્લા બે દિવસથી 500-1 હજારની નોટો નીકળતી બંધ થઇ છે પરંતુ 8 તારીખ પછી પણ દરરોજ જૂની નોટો દાનપેટીમાંથી મળી આવતી હતી.

હે પ્રભુ, તારા બનાવેલા તને બનાવે છે: લોકો હજુ 500-1000ની જૂની નોટો ભગવાનને પધરાવે છે

નોટબંધી પછી મંદિરોને દાનની રકમ ઘટી

મોટાભાગનામંદિરોમાં ભાવિકો ઓછામાં ઓછુ 100 રૂપિયાનું કે તેનાથી વધારે દાન આપતા હોય છે. જ્યારે હાલ સમગ્ર દેશમાં નોટબંધી છે તો મંદિરોને મળતા દાનમાં ઘટાડો થવાનું વ્યાજબી છે. જાણીતા તમામ મંદિરોને મળતા દાનમાં છેલ્લા 20 દિવસમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોઁધાયો છે.

અન્ય સમાચારો પણ છે...