વિકાસ મજૂરી કરે છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સોમવારે કૉંગ્રેસે રોજગારીના અનેક સવાલો પૂછીને સરકારને ભીંસમાંં લીધી હતી. કૉંગ્રેસના ધારાસભ્યો દ્વારા રોજગારીના મુદ્દે સરકારને સવાલ પૂછતાં 2 વર્ષમાં ફક્ત 12,869 ઉમેદવારોને જ સરકારી નોકરી મળ્યાનું જાણવા મળ્યું હતું.

હજુ સુધી રાજ્યમાં શિક્ષિત અને સરકારી ચોપડે કુલ 5.37 લાખથી વધુ સરકારી ચોપડે બેરોજગાર તરીકે નોંધાયેલા હોવાનું સરકારે પ્રશ્નોત્તરી મારફતે જણાવ્યું હતું.

સરકારે પ્રશ્નોત્તરીમાં જવાબ આપ્યા પ્રમાણે સૌથી વધુ બેરોજગારો અમદાવાદમાં 62,608 અને સોથી ઓછા બેરોજગાર ખેડા જિલ્લામાં 2986 હોવાનું સરકારના પ્રત્યુત્તરમાં બહાર આવ્યું હતું.

કુલ બેરોજગારોના માત્ર 1.77 ટકા બેરોજગારોને સરકારી નોકરીમાં તક મળી હોવાનો આક્ષેપ કૉંગ્રેસે કર્યો હતો.

વિધાનસભાની પ્રશ્નોત્તરીમાંં કોંગ્રેસે રોજગારી અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારનો ખુલાસો
5.37 લાખ બેરોજગાર,2.4% ને જ સરકારી નોકરી
સૌથી વધુ 62,608 બેરોજગાર અમદાવાદમાં
શેરથાની સરકારી શાળામાં ભણતો આ વિદ્યાર્થી વિકાસ રજાના દિવસે મરચાંના ડિંટીયા તોડીને અભ્યાસ માટે થોડા પૈસા રળી લે છે. ઘરની પરિસ્થિતિ સારી ન હોવાથી મજબૂરીથી આ કામ કરવું પડે છે. વિકાસ મજૂરી પેટે મળતા 150 થી 200 રૂપિયા ઘરે આપે છે, જે રૂપિયા ખરેખર પરિવાર માટે બહુ મદદરૂપ થાય છે. તસવીર : ભાસ્કર

રાજ્ય સરકારના બેરોજગારી ઘટાડવાના તમામ પ્રયત્નો નાકામિયાબ
રાજ્ય સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે છતાં માત્ર 2.39 ટકા બેરોજગારોને જ સરકારી નોકરી મળી.

62608
અમદાવાદમાં

બેરોજગાર

15155
ગાંધીનગરમાં

બેરોજગાર

14967
બેરોજગાર વડોદરામાં નોંધાયેલ

537562
રાજ્યમાં બેરોજગાર સરકારી ચોપડે

ખેડા, વલસાડ, પંચમહાલમાં એક પણ સરકારી નોકરી નહીં
રાજ્યમાં ખેડા, વલસાડ અને પંચમહાલમાં કુલ 49,182 જેટલા બેરોજગારો સરકારી ચોપડે નોંધાયા છે, જેમાં 2 વર્ષમાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી ન મળી હોવાનું સોમવારે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરીમાં બહાર આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...