પોલીસ સ્ટેશનમાં ઘૂસી ઝઘડા કરતી 15 યુવતીઓ સામે પોલીસે ફરિયાદ કરી
નાનાચીલોડા માં રાજયબહાર થી આવી રહેતી 15 થી 20 જેટલી છોકરીઓ ના ગ્રુપે તેની સામે રહેતા સુમિત નામના પુરુષ દ્વારા હેરાન ગતિ કરવાનો આક્ષેપ કરી પોલીસ ને તેની સામે ફરિયાદ કરવાનો આગ્રહ રાખ્યો હતો.તેની સામે પોલીસ એ આ છોકરીઓના મેનેજર ની ધરપકડ કરતા મામલો ગરમાયો હતો.આ ઘટના માં પોલીસે 20 જેટલી છોકરીઓ સામે પોલીસ સ્ટાફ પર હુમલો કરતી આક્ષેપ કરતી ફરિયાદ નોંધાવી છે.
સુમિત નામનો યુવાન કુતરાને પાળતો હોઈ તેની અને છોકરીઓ વચ્ચે અવારનવાર બોલાચાલી થતી હતી. જે બાબતે છોકરીઓએ તેમના મેનેજર વિનોદને વાત કરી હતી. દરમિયાન રવિવારે વિનોદ અને સુમિત વચ્ચે આ અંગે ચડભડ થતાં સુમિતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે અમને વગર વાંકે માર્યા છે
છોકરીઓને માર મારવાના વીડીયોમાં નિમિતા શર્માએ પોલીસ ઉપર આક્ષેપ કર્યો હતો કે પોલીસે અમને વગર વાંકે માર્યા છે.અમારી છેડતી કરનારાને રક્ષણ આપી પોલીસ અમારી ફરિયાજ લેતી નથી અને અમને માર મારવામાં આવ્યો છે.
આમને સામને
પોતાના બચાવ માટે પોલીસ પર આક્ષેપ કર્યો
નરોડાના પીઆઈ એચ.બી. વાઘેલાએ જણાવ્યું છે કે છોકરીઓએ પોલીસની કામગીરીમાં અડચણ કરતા તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. છોકરીઓ અંગે સોસાયટીના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. પોતાના બચાવ માટે છોકરીઓ પોલીસ પર આક્ષેપ કરે છે.