• Gujarati News
  • National
  • અદાણી શાંતિગ્રામ સેક્સ રેકેટના દલાલ 3 દિવસના રિમાન્ડ પર

અદાણી શાંતિગ્રામ સેક્સ રેકેટના દલાલ 3 દિવસના રિમાન્ડ પર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | બોપલના વૈભવી અદાણી શાંતિગ્રામમાંથી ઝડપાયેલા હાઇપ્રોફાઇલ સેક્સ રેકેટમાં દલાલ ભરત માલી અને પ્રકાશ પટેલ વોટ્સએપ દ્વારા છોકરીઓના ફોટા મોકલાવી ગ્રાહકોને બોલાવતા હતાં. બોપલ પોલીસે આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 2 દલાલોને 3 દિવસના અને 5 ગ્રાહકોના 1 દિવસના રિમાન્ડ પર મેળ‌વ્યા છે.

5 ગ્રાહકોને પણ 1 દિવસના રિમાન્ડ પર મોકલાયા
બોપલ પોલીસે રવિવારે અદાણી શાંતિગ્રામમાંથી સેક્સ રેકેટ ચલાવતા દલાલો ભરત માલી અને પ્રકાશ પટેલ તેમજ ગ્રાહક દીપક બુધવાની, ધવલ ગઢિયા, પ્રતીક સાંગાણી, કેતન કથેરિયા અને રિપલ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે દિલ્હીની-મુંબઇ અને કોલકત્તાની 4 રૂપલલનાઓને સાક્ષી બનાવી છે.

પોલીસે 7 આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં એવી રજૂઆત કરાયેલી કે, આરોપી દલાલ ભરત માલી અગાઉ આ પ્રકારના ગુનામાં બે વાર પકડાયો છે. આ સેક્સ રેકેટના મુખ્ય સૂત્રધાર માલી અને પ્રકાશ પટેલ છે. આ બન્ને દલાલો વોટ્સએપમાં યુવતીઓના ફોટા ગ્રાહકોને મોકલતા હતાં. આમ સોશિયલ મીડિયાના માધ્યમથી દલાલો ગ્રાહકોને બોલાવતા હતાં. દલાલોએ વૈભવી ફ્લેટમાં રૂ. 16 હજાર ભાડું ચૂકવતા હતાં. અને છેલ્લા બે મહિનાથી ગ્રાહકોને બોલાવતા હતાં.

આરોપી કેવી રીતે આખું રેકેટ ચલાવતા હતાં તે વિગતો જાણવાની હોઈ આરોપીના રિમાન્ડ મંજૂર કરવા જોઇએ.

રૂપલલનાઓને ફ્લાઇટમાં મોકલાઈ હોવાની આશંકા
બોપલમાંથી પકડાયેલ 4 રૂપલલનાઓને પોલીસે વહેલી સવારે ફ્લાઇટમાં મોકલી દીધી હોવાની ચર્ચાઓ ચાલે છે. જો કે આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર આઇ.એચ.ગોહિલે જણાવ્યું હતું કે, 2 દિલ્હીની 1 મુંબઇની અને 1 કોલકત્તાની હતી. આ 4 યુવતીઓ ટ્રેન કે ફલાઇટ જે પહેલા મળે તેમાં તેમના ખર્ચે જવાનું કહેતી હતી. અને તેેમના ખર્ચે તેમના ઘરે પહોંચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...