• Gujarati News
  • National
  • જમાલપુરમાં વેપારી પર બે જણા ફાયરિંગ કરી ફરાર

જમાલપુરમાં વેપારી પર બે જણા ફાયરિંગ કરી ફરાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છાતીમાં ગોળી વાગતાં વેપારી VSમાં દાખલ

જમાલપુરમાંરહેતા અને વેપાર કરતા મહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉપર શનિવારે મોડી રાતે ફાયરિંગ કરી ટૂ-વ્હીલર પર આવેલા બે આરોપીઓ ફરાર થયા હતા. ઘટનામાં હનીફ શેખને છાતીના ભાગે ગોળી વાગતા તાત્કાલિક વીએસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યારે ઘટના અંગે હનીફના પુત્ર મહંમદ બિલાલ શેખએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.

મહંમદ બિલાલ શેખ (24)ની ફરિયાદ અનુસાર, તેમના પિતા હનીફ નિઝામુદ્દીન શેખ જમાલપુરની નવી ચાલી ચાર રસ્તા પાસે સિમરન ફૂડ તેમજ સિમરન ડેવલોપર્સ નામથી દુકાન ધરાવી વેપાર કરે છે. હનીફ શેખ રોડ રાતે 8 વાગ્યા સુધી ઓફિસમાં બેસી કામ કરે છે. જ્યારે તે બાદ નવી ચાલી ચાર રસ્તા પાસે ખુલ્લી જગ્યામાં રાત્રીના 12 વાગ્યા સુધી પોતાના મિત્રો સાથે બેસતા હોય છે. 17 સપ્ટેમ્બરના રોજ રાતે 11 વાગે હનીફ શેખ પોતાના મિત્રો સાથે બેઠા હતા. અને બિલાલ શેખ પોતાના પિતાને મળીને ઘરે ગયા હતા. દરમિયાન બિલાલ શેખ ઉપર ફોન આવ્યો કે પિતા હનીફ શેખ ઉપર ટૂ-વ્હીલર પર આવેલા બે અજાણી વ્યક્તિઓએ રિવોલ્વર જેવા હથિયાર વડે ફાયરિંગ કર્યું છે. જેમાં હનીફ શેખની છાતીના ભાગે ગોળી વાગી છે.

ઘટનાના સમાચાર મળતા બિલાલ શેખ તુરંત વીએસ હોસ્પિટલ પહોંચ્યા હતાં. જ્યાં હનીફ શેખે પોતાના પુત્ર બિલાલને પણ કોઈ અજાણી વ્યક્તિઓએ તેમના પર ફાયરિંગ કરી કાચની મસ્જિદ તરફ ભાગી ગયા હોવાનું જણાવ્યું હતું. જોકે કોણે ક્યા કારણસર હુમલો કર્યો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...