તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ | સ્થાનકવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | સોલારોડ જૈનસંઘ ખાતે ચાતુર્માસ અર્થે બિરાજમાન આચાર્ય રાજયશસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, ઇચ્છાઓ વિના જીવી શકાતું નથી. એક દિવસ તો શું એક ક્ષણ પણ ઇચ્છા વિના જીવવું શક્ય નથી. ઇચ્છાઓ બે પ્રકારની હોય છે. એક પ્રકારની ઇચ્છા વ્યક્તિત્વનો વિકાસ કરે છે. બીજી ઇચ્છાઓ માત્ર જીવનયાત્રાની આવશ્યકતાની પૂર્તિ કરે છે. ઇચ્છાઓ વ્યક્તિને સર્વકેન્દ્રી બનાવા દેતી નથી. વ્યક્તિ પોતાની ઇચ્છા કોઇપણ ભોગે પૂરી કરવા ઇચ્છે છે ત્યારે બેફામ બને છે. માટે માનવે ઇચ્છાથી પર થતા શીખવું જોઇએ.


અમદાવાદ | સ્થાનકવાસીસમુદાયના ધીરજ મુનિ મ.સા.એ રવિવારીય પ્રવચનશ્રેણીમાં જણાવ્યું હતું કે, ચાર પ્રકારના જીવનમાં કેટલાક બટર પેપર જેવા તો કેટલાક ડ્રોઇંગ પેપર જેવા, કાર્બન પેપર જેવા અને બ્લોટિંગ પેપર જેવા હોય છે. બટર પેપર જેવા વ્યક્તિને કશું ચોંટતું નથી, પાણી નાંખીએ એટલે બધું સાફ થઇ જાય. કાર્બન પેપર પર જે લખાય તેને પકડીને રાખે અને અંદર ઉતારશે. બ્લોટિંગ પેપર પોતાની અંદર ઉતારે છે અને ચારે બાજુ પ્રસરી જશે. સંતોનું જીવન કાર્બન અને બ્લોટિંગ પેપર જેવું હોય છે. શ્રાવકો કાર્બન પેપર જેવા બનવાનું છે.

એજ્યુકેશન રથ પશ્ચિમ અમદાવાદમાં પહોંચ્યો

‘ઇચ્છામાં નહીં પણ ઇચ્છાથી પર થઇને જીવો’

‘માનવ જીવન ઉજાળવા માટે કાર્બન જેવા બનો’

અન્ય સમાચારો પણ છે...