• Gujarati News
  • National
  • યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન ફગાવાયા

યુવતી પર દુષ્કર્મ કેસમાં આરોપીના જામીન ફગાવાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેઘાણીનગરનીઅસ્થિર મગજની યુવતી પર દુષ્કર્મ આચરનારા આરોપીની કાયમી જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે ચુકાદામાં ઠરાવ્યું હતું કે, આરોપી સામેની તપાસ નાજુક તબક્કામાં ચાલી રહી છે, માટે જામીન મળે.

મેઘાણીનગરમાં રહેતા અશોક પટ્ટણીએ જૂન 2006માં પાડોશમાં રહેતી માનસિક અસ્થિર યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. સમગ્ર બાબત યુવતીએ પોતાની માતાને જણાવતા મેઘાણીનગર પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે આરોપીને ઝડપી લઇ સાબરમતી જેલમાં મોકલ્યો હતો. જેલવાસ ભોગવી રહેલા અશોક પટ્ટણીએ કાયમી જામીન મેળવવા માટે અરજી કરી હતી. અરજીની સુનાવણીમાં સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કાયમી જામીન અરજીનો વિરોધ કરતા રજૂઆત કરી કે, પોલીસની પ્રાથમિક તપાસ પરથી આરોપીએ દુષ્કર્મ બાદ જાનથી મારી નાંખવાની ધમકી આપી છે. તેથી ફરિયાદ મોડી થઇ છે. બીજી તરફ, આરોપીએ પાેતે નિર્દોષ હોવાનો રાગ આલાપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...