• Gujarati News
  • National
  • ડિપ્લોમા ઇજનેરીની 25 હજાર બેઠક ખાલી રહેવાની શક્યતા

ડિપ્લોમા ઇજનેરીની 25 હજાર બેઠક ખાલી રહેવાની શક્યતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિપ્લોમાઇજનેરીની સ્વનિર્ભર કોલેજોની 29,961 બેઠકો ખાલી પડી હતી. બેઠકો માટે 19 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પોતાની કન્સેન્ટ મોકલી હતી. જે પૈકી તમામને મેરિટના આધારે રૂબરૂમાં બોલાવાય હતા. જેમાંથી સોમવારે અંદાજે ચાર હજાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો અંદાજે 25 હજાર બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.

સામાન્ય રીતે ખાલી બેઠકો ભરવા માટે સોંપી દેવાય છે. પરંતુ ફ્રી શીપ કાર્ડના આધારે કેટલીક કોલેજોએ વિદ્યાર્થીઓને કોર્ડન કર્યા હોવાની ચર્ચા ચાલી હતી. જેના પગલે પ્રવેશ લેવા ઇચ્છતા તમામ વિદ્યાર્થીઓને ઓફલાઇન સિસ્ટમથી પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો હતો. ખાલી બેઠકો પર પ્રવેશ માટે 19281 વિદ્યાર્થીઓએ પોતાની કન્સેટ આપી હતી. જે પૈકી તમામને મેરીટના આધારે રૂબરૂ બોલાવાયા હતાં. જેમાં આજે મેરિટ નં.10,101થી 15,100 સુધીમાં સમાવિષ્ટ તમામને બોલવાયા હતાં. આમાંથી માત્ર 1330 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો.

પ્રવેશ માટે કન્સેન્ટ આપનાર 19 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી રૂબરૂમાં માત્ર 3600 વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો હતો. સોમવારે અંદાજે ચાર હજાર વિદ્યાર્થીઓને બોલાવાયા છે. જે પૈકી 10 ટકા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તો પણ કુલ 400 બેઠકો ભરાશે. પછી પણ અંદાજે 25 હજાર બેઠકો ખાલી રહેવાની શક્યતા છે. હવે ખાલી પડનારી બેઠકો ભરવાની સત્તા સબંધિત કોલેજોને સોંપવામાં આવે તેવી પણ શકયતા છે.

છેલ્લા દિવસે 4 હજારને બોલાવાયા, બાકી બેઠકોનું શું?

29,961 સીટ ખાલી પડી હતી, સોમવારે પ્રવેશ પ્રક્રિયા પૂરી થશે

અન્ય સમાચારો પણ છે...