• Gujarati News
  • National
  • પત્ની પર શંકા રાખી છરીના ઘા મારી હત્યા કરી પછી ધાબેથી ફેંકી

પત્ની પર શંકા રાખી છરીના ઘા મારી હત્યા કરી પછી ધાબેથી ફેંકી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચારિત્ર્યઅંગે શંકા રાખતા પતિએ પત્નીને છાતીમાં તીક્ષ્ણ હથિયારનો ઘા મારી મકાનના ત્રીજા માળના ધાબેથી નીચે ફેંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધી હોવાની વાડજની ઘટનાએ ભારે ચકચાર મચાવી હતી.પત્નીની હત્યા કર્યા બાદ પતિ જાતે પોલીસ સમક્ષ હાજર થયો હતો અને પોતાનો ગુનો પણ કબુલી લીધો હતો.

નવા વાડજ સ્વામિનારાયણ મંદિર સામેની શિવનગર સોસાયટીમાં રહેતા સુનિલ પટેલના લગ્ન 8 વર્ષ પહેલા પ્રતીક્ષાબહેન(28) સાથે થયા હતા. સંતાનમાં તેમને 7 વર્ષનો દીકરો વૈદ્ય હતો. સુનિલે એલએલબી સુધી અભ્યાસ કરેલો છે પરંતુ કોઇ કામ ધંધો કરતા હતો. તેમ છતાં પ્રતીક્ષાને અન્ય કોઇ પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો.

લગભગ 15 દિવસ પહેલા પણ પ્રતીક્ષાએ તેના પિતાને ફોન કરીને ફરિયાદ કરી હતી કે સુનિલ ચારિત્ર્ય અંગે શંકા રાખી ત્રાસ આપે છે અને છૂટાછેડા આપવાની વાત કરે છે. શનિવારે રાતે 8.30 થી 9.00 વાગ્યાની વચ્ચે સુનિલે ઘરમાં પ્રતીક્ષાને છાતીમાં તીક્ષ્ણ હથિયારનો ઘા મારી દીધો હતો. ત્યારબાદ તેને ઢસડીને મકાનના ત્રીજા માળે ધાબા ઉપર લઇ ગયો હતો અને ત્યાંથી નીચે ફેંકી દીધી હતી.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પ્રતીક્ષાબહેનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયાં હતાં.જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. પ્રતીક્ષાના પિતાએ સુનિલ પટેલ વિરુદ્ધ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રવિવારે સાંજે સુનિલની ધરપકડ થઈ હતી.

સુનિલ-પ્રતીક્ષાનો ફાઈલ ફોટો

નવા વાડજના શિવનગરની ઘટના

અન્ય સમાચારો પણ છે...