તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • થલતેજમાં મેટ્રોની કામગીરીનો વિરોધ

થલતેજમાં મેટ્રોની કામગીરીનો વિરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થલતેજબચાવો સમિતિની મિટીંગમાં મેટ્રો રેલની કામગીરી ખોરવી દેવા સહિતના નિર્ણયો લેવાયા હતા. તાજેતરમાં મળેલી મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અસરગ્રસ્તોને વળતર અપાશે તેવો દાવો કરાયો હતો પણ કેટલંુ, કેવી રીતે અને કયારે અપાશે તે અંગેનો નિર્ણય મેટ્રો કંપની કરશે તેવી સ્પષ્ટતા કરાઈ હતી. પણ જમીન સંપાદન માટે સ્થાનિકોના વાંધાસૂચનો ફગાવાયા હતા.

મેટ્રો રેલ માટે થલતેજ સર્કલથી શાકમાર્કેટ અને બાગબાન પાર્ટી પ્લોટ સુધીની જગ્યા કપાતમાં જાય છે. જેને પગલે બેઠકમાં અેવી ચર્ચા કરવામાં આવી હતી કે, અહીંના ખેડૂતોને 40 ટકા કપાતના પ્લોટ છે જેમાં દુકાનો અને મકાનો બનાવી આપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...