• Gujarati News
  • National
  • જિ. પંચાયતને ચૂંટણીની માહિતી અપાતી નથી

જિ. પંચાયતને ચૂંટણીની માહિતી અપાતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદજિલ્લા કલેક્ટરના આયોજન વિભાગના અધિકારીઓ ચૂંટણીની માહિતી આપતા નહીં હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયત કોંગ્રેસના સભ્યોએ કર્યો છે. સરકારના ઇશારે અધિકારીઓ તમામ નિયમો નેવે મૂકી અન્ય રાજકીય પક્ષો સાથે ખુલ્લેઆમ અન્યાય કરી રહ્યા છે. અમદાવાદ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે આગામી 30મી સપ્ટે.સુધીમાં તાલુકા આયોજન સમિતિની રચના કરવાની તાકીદ કરાઇ છે. પરંતુ અંગે તાલુકા પંચાયતના સભ્યો અજાણ છે. જેથી ચૂંટણી બાબતે પારદર્શિતા રાખવાના બદલે તંત્ર સરકારના ઇશારે કામ કરી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...