• Gujarati News
  • National
  • નવરંગપુરામાં બંગલામાં એકાકી વૃદ્ધાની હત્યા

નવરંગપુરામાં બંગલામાં એકાકી વૃદ્ધાની હત્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાંસબસલામત હોવાની બાંગ પોકારતી પોલીસ માટે પડકારરૂપ ગણાતી સિનિયર સિટીઝનની હત્યા કરી લૂંટી લેવાની દિલ ધડક ઘટના બની છે. નવરંગપુરા વિસ્તારમાં આવેલી વૈભવી બેંક ઓફ ઈન્ડિયા સોસાયટીના બંગલામાં વર્ષોથી એકાકી જીવન વિતાવતા નિર્મળાબહેન રમેશભાઇ શાહ(72)ની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરાઈ છે. નિર્મળાબહેનના ચાર સંતાનોમાંથી એક દીકરી કેનેડા અને એક દીકરો અમેરિકામાં રહે છે જ્યારે બે દીકરા તેમના પરિવાર સાથે અમદાવાદમાં અલગ રહે છે.પરંતુ માતાના બંગલામાં ઓફિસ ધરાવીને બંને જુદો જુદો વેપાર કરે છે. શનિવારે મોડી રાતે કોઇ પરિચિતે નિર્મળાબહેનના બંગલામાં તેમની હત્યા કરી લૂંટ ચલાવી હતી.જેની પાછળનું કારણ છે કે બંગલાનું ઈન્ટરલોક કે દરવાજો તોડવામાં આવ્યો હતો. પરંતુ બહારથી ચાવીથી ઈન્ટરલોક ખોલવામાં આવ્યું હતું અથવા તો પછી નિર્મળાબહેને અંદરથી દરવાજો ખોલ્યો હતો.

...અનુસંધાન પાનાં નં.17



બંને પરિસ્થિતમાં હત્યારો પરિચિત હોવાનું પોલીસનું માનવું છે. ઘરે આવ્યા બાદ પરિચિતે ઠંડા કલેજે ગળા અને બંને હાથ ઉપર તિક્ષ્ણ હથિયારના ઘા મારી નિર્મળાબહેનને મોતને ઘાટ ઉતારી દીધા હતા.ત્યાર તેમણે બંને હાથમાં પહેરેલી સોનાની બે-બે બંગડીઓ અને કાનમાંથી હીરાની બુટ્ટી લૂંટી લીધી હતી.સૌથી મહત્વની વાત તો છે કે લૂંટારુઓ નિર્મળાબહેનના દીકરા નયનના કોમ્પ્યુટરનું સીપીયુ અને મોનીટર પણ લઇ ગયા છે.

મહત્વની વાત તો છે કે સોસાયટીમાં પ્રવેશતા પહેલા હોટલ આવે છે અને ત્યારબાદ બીજા નંબરે નિર્મળાબહેનનો બંગલો આવેલો છે.વાહન ચાલકો અને લોકોની ચહલ પહલથી ધમ ધમતા રોડ પરના બંગલામાં જ્યાં નિર્મળાબહેનની હત્યા થઇ તેનાથી માંડ 150 થી 200 મીટર દૂર એજી પોલીસ ચોકી પણ આવેલી છે.તેમ છતાં હત્યારા નિર્મળાબહેનની હત્યા અને લૂંટ કરીને બિન્દાસ નીકળી ગયા હતા.



અસલામત અમદાવાદ | લુટારા સોનાની બંગડી, હીરાની બુટ્ટી સાથે CPU, મોનિટર પણ લૂંટી ગયા

નિર્મળાબહેન

નકારાત્મક સમાચાર પણ તમને જણાવવા જરૂરી

નેગેટિવ ન્યૂઝ

અન્ય સમાચારો પણ છે...