તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

edu talk

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિરમા યુિન.ના સ્ટુડન્ટ્સે બનાવેલી કારપુલિંગ એપને IEEEનો એવોર્ડ

} એપ બનાવનાર નિરમાના સ્ટુડન્ટ્સ આરાધ્ય મહેતા, યશ ત્રિવેદી અને અમિત શર્મા

IEEE મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કોન્ટેસ્ટ છેલ્લાં ત્રણ વર્ષથી થાય છે. જેમાં ઓનલાઈન આઈડિયા સબમિટ કરાવવાનો હોય છે. આઈડિયા સિલેક્ટ થયાં બાદ બે મહિના મોબાઈલ એપ બનાવવાનો સમય અપાય છે. એપ સબમિશન બાદ જ્યુરી એકથી પાંચ કેટેગરીના એવોર્ડ માટે મોબાઈલ એપનું સિલેક્શન કરે છે. જેમાં એવોર્ડરૂપે પ્રાઈઝ આપવામાં આવે છે.

મોબાઈલ એપ વિશે

Hitch-thecarpooling app રજીસ્ટર્ડ થયેલ દરેક જણ તેમના ઘરેથી કાર કે બાઈક લઈને નિકળતી વખતે મોબાઈલમાં તેનો રૂટ અને સમય પોસ્ટ કરી શકે છે. જેમાં રૂટ પર અપડાઉન કરતા સ્ટુડન્ટ્સ તેમની મોબાઈલ એપમાં આવેલા લિસ્ટમાં જોઈ શકે છે અને રિક્વેસ્ટ મોકલી તેમની જગ્યા કાર કે બાઈકમાં ફિક્સ કરી શકે છે. અપડાઉન કરવું આસાન બને છે.

નવલસિંહ રાઠોડ @ahm_cbએન્જિનિયરીંગનાક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હેતુથી યુએસ બેઝ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ (IEEE)દ્વારા મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ કોન્ટેસ્ટ રખાઈ હતી. જેમાં અમદાવાદ નિરમા ઈન્સ્ટિટ્યુટના આઈ.ટી. અને કમ્પ્યુટર એન્જિનિયરીંગના ત્રણ સ્ટુડન્ટસે બનાવેલી, હિચ-ધ કારપૂલિંગ (Hitch-the carpooling app)ને કમ્પ્યુટર સોસાયટી સ્પેશિયલ પ્રાઈઝ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે. ઈન્ડિયામાંથી એવોર્ડ નિરમાના વિદ્યાર્થીઓને મળ્યો છે. સિવાય વિશ્વભરમાંથી આવેલી વિવિધ એન્ટ્રીમાંથી જર્મની, ઈન્ડોનેશિયા, ક્રોએશિયા અને એલ્સાલપાડર એમ કુલ પાંચ દેશોના વિદ્યાર્થીઓની મોબાઈલ એપ્લિકેશન એવોર્ડ માટે સિલેક્ટ કરાઈ હતી.

અંગે માહિતી આપતા સ્ટુડન્ટ્સ આરાધ્ય મહેતા, યશ ત્રિવેદી અને અમિત શર્માએ જણાવ્યું હતું કે, ‘અમે ઘરેથી કોલેજ જવા નિકળીએ ત્યારે રીક્ષા કે બસનો સહારો લેવો પડે છે. તેથી અમે કારપૂલિંગ એપ બનાવી જે અન્ય વિદ્યાર્થીઓને કામ આવી શકે છે. જેમાં અત્યારે અમે નિરમાના સ્ટુડન્ટસના ઈ-મેલ રજીસ્ટર્ડ કર્યા છે. જેમાં 35 સ્ટુડન્ટ્સ એપનો ઉપયોગ કરી ઘરેથી કોલેજની લિફ્ટ પણ મેળવી રહ્યા છે. કોમ્પિટિશનમાં ભાગ લીધો ત્યારે અમારી એક્ઝામ હતી. એક્ઝામ પૂરી થયા બાદ અમારી પાસે નવ દિવસ હતા. જેમાં અમે દરરોજ 13થી વધારે કલાક મહેનત કરી એપ એપ્રિલમાં સબમીટ કરાવી અને તેનું રીઝલ્ટ એવોર્ડ અને 500 ડૉલર પ્રાઈઝ રૂપે અમને આેગસ્ટમાં ઓનલાઈન મળ્યું હતું. અમે અત્યારે નિરમાના વિદ્યાર્થીઓને અપાયેલા ઈન્ડિયવિઝ્યુઅલ લોગ ઈન આઈડીથી રજીસ્ટર્ડ થઈ શકે છે અને એપનો ઉપયોગ કરી શકે છે.

રેથી અપડાઉન કરતા સ્ટુડન્ટ્સને એજ રૂટમાં જતાં વિદ્યાર્થીઓ દ્વારા લિફ્ટ મળી રહે તે માટે નિરમાના એન્જિનિયરીંગના સ્ટુડન્ટ્સે હિચ-ધ કારપૂલિંગ નામની એપ બનાવી છે. મોબાઈલ એપ્લિકેશનને ઈન્ટરનેશનલ લેવલની યુએસ બેઝ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈલેક્ટ્રિકલ એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરીંગ દ્વારા યોજાયેલી કોન્ટેસ્ટમાં પ્રાઈઝ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો