તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રમુખ સ્વામીના વ્હાલમાં જિલ્લાનાં હજારો હરિભક્તોની આંખો થઇ ભીંની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રમુખ સ્વામીના વ્હાલમાં જિલ્લાનાં હજારો હરિભક્તોની આંખો થઇ ભીંની

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સમગ્રવિશ્વમાં બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થાના વડા પ્રમુખ સ્વામી મહારાજ શનિવારે બ્રહ્મલીન થતાં જિલ્લાના તમામ હરિભક્તોની આંખો ભીંની થઇ ગઇ છે. પોતાના જીવન દરમિયાન જિલ્લાના જે પણ તાલુકામાં તેઓ એક કે બે વાર ગયા હતા ત્યાં આજે પણ તેમના સંસ્મરણો હયાત છે. આથી જિલ્લાના તમામ તાલુકામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો સાળંગપુર પહોંચી ગયા છે.

બોટાદ: સંતશ્રીપૂ. પ્રમુખ સ્વામી મહારાજ 1996ની સાલમાં 5મી ઓગસ્ટ 1996ના રોજ 100 સંતો સાથે બોટાદના અરજણભાઇ કાનજીભાઇ કળથીયા તથા ગોરધનભાઇ કાનજીભાઇ કળથીયાના ઘરે એકરાત્રી માટે રોકાયા હતાં. પ્રસંગે પુ.પ્રમુખસ્વામી મહારાજે પોતાની પાઘડી અને સ્લીપર પ્રસાદીના આપ્યા હતાં. તેમજ તા. 06-08-1996ના રોજ હિરાબજારમાં આવેલ રત્નદિપ શોપીંગ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત 1985ની સાલમાં પણ હિફલીની ટાંકી પાસે બનાવવામાં આવેલ હિરાના કારખાના ઉદઘાટનમાં આવ્યા હતાં.

વિરમગામ: વિરમગામબીએપીએસ સ્વામીનારાયણ મંદિરનું ફેબ્રુ 2009માં નિર્માણ પ્રમુખ સ્વામીની પ્રેરણાથી થયું હતુ. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા 27 ફેબ્રુઆરી 2009 ના દિવસે થઇ હતી. મંદિરમાં બિરાજમાન મૂર્તીઓની પ્રાણ પ્રતિષ્ઠા અક્ષરનગર ગાંધીનગરથી પ્રમુખસ્વામીએ કરી હતી. ત્યારબાદ મૂર્તીઓ વિરમગામ ખાતે સ્વામીનારાયણ મંદિરમાં ડૉ. સ્વામીના વરદ હસ્તે સ્થાપના થઇ હતી. પ્રમુખસ્વામી બ્રહ્મલીન થતા વિરમગામ ખાતેથી હજારોની સંખ્યામાં ભક્તો બોટાદ સારંગપુર ખાતે સ્વામીજીના અંતિમ દર્શન કરવા રવીવારે પહોચી ગયા હતા. બાવળામાં બે વખત બાપાની પધરામણી થઇ હતી, હરિભક્તો સારંગપુર પહોંચ્યા

બાવળા: પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજના અંતિમ દર્શન માટે બાવળા પંથક શોકાતુર બની ગયો હતો. પંથકના 500થી વધુ હરિભક્તોએ શનિવારે સાળંગપુર પહોંચી બાપાના પાર્થિવદેહના દર્શન કર્યા હતા. હાલ હરિભક્તો વિવિધ સેવા આપી રહ્યા છે. બાવળા નગરમાં સૌપ્રથમવાર 1984-85ની સાલમાં ઠક્કરનગર સોસાયટીમાં રહેતા હરજીવનભાઇ શેઠના ઘરે યોગીબાપાએ પારાયણ કરી હતી. જેમાં પ્રમુખ સ્વામી પણ પધાર્યા હતા. તે વખતે બાપાએ બાવળામાં મંદિર બને તે માટે ધૂન કરી હતી. ત્યારબાદ 2010માં બાવળામાં સ્વામિનારાયણ મંદિર તૈયાર કરાયું હતું. બાવળા સાથે પ.પૂ.પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણો જોડાયેલા છે. શહેરમાં આદરોડા ચોકડી પાસે રહેતા બાપાના ભક્ત સ્વ. નાનુભાઇ પી. અલગોતરના ઘરે 23.3.2001ના દિવસે બે કલાક રોકાયા હતા ત્યાં તેમની તેમના પરિવાર દ્વારા આરતી ઉતારીને સ્વાગત કરાયું હતું. છેલ્લે આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં બાવળામાં વૈશાલી સોસાયટી પાસે અને ઢેઢાળ ચોકડી નજીક બે વાર ભક્તોેને બાપાએ દર્શન આપ્યા હતા.

બોટાદમાં પ્રમુખ સ્વામી મહારાજ એક રાત્રિ માટે રોકાયા હતાં : વિરમગામ શહેરમાં સ્વામિ. મંદિરની પ્રતિષ્ઠા કરી હતી: બાવળામાં બે વખત બાપાની પધરામણી થઇ હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો