તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • બે ઠગ નાઈજીરિયને ચાર વર્ષમાં 100 યુવતી પાસેથી લાખો પડાવ્યા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે ઠગ નાઈજીરિયને ચાર વર્ષમાં 100 યુવતી પાસેથી લાખો પડાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશભરની યુવતીઓના ફોટા મોર્ફ કરી બ્લેકમેઈલિંગનો કારસો

મેટ્રીમોનિયલસાઈટ ઉપર યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરીને લગ્ન કરવાની લાલચ આપી તેમના ફોટા મંગાવી તે ફોટા મોર્ફ કરી બીભત્સ ફોટા વેબસાઈટ ઉપર મૂકવાની ધમકી આપીને બે નાઈજીરિયને લાખો પડાવ્યા હોવાનું બહાર આવ્યું છે. લોના અનુકવુ થોમસ અને ચુકવુમેકો સેલેસ્ટાઈન આઈબેનેમે પાસેથી પોલીસને 100 બેંક એકાઉન્ટની વિગતો મળી છે. જેથી બંનેએ દેશભરમાં 100 યુવતીઓ પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાની શંકા સેવાઇ રહી છે. ઉપરાંત તેમની પાસેથી 25 યુવતીઓના મોર્ફ કરેલા ફોટા મળ્યા છે.પરંતુ તે યુવતીઓ કશું બોલવા તૈયાર નથી.

બંને નાઈજીરિયન ન્યૂ દિલ્હીના માલવિયાનગરમાં 4 વર્ષથી રહીને રેકેટ ચલાવતા હોવાનું પોલીસને ધ્યાને આવ્યું છે. જ્યારે તેમની પાસેથી અત્યારસુધીમાં કુલ 100 બેંક એકાઉન્ટની વિગતો મળી છે.જ્યારે બંને બિઝનેસ વિઝા ઉપર ભારત આવ્યા હતા અને રેકેટ ચલાવતા હતા. બંને પાસેથી દેશભરના જુદા જુદા શહેરોની 25 યુવતીઓના નગ્ન ફોટા-નામ-સરનામા-મોબાઈલ નંબર સહિતની માહિતી ક્રાઈમ બ્રાન્ચને મળી છે.જેના આધારે પોલીસે તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું છે.પરંતુ બદનામીના ડરથી યુવતીઓ કશું પણ બોલવા તૈયાર નથી.જેથી હવે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બંને ઠગ પાસેથી મળી આવેલા મુદ્દામાલ જેવા કે લેપટોપ,મોબાઈલ ફોન,સીમકાર્ડ,ડોંગલ વગેરેમાંથી જરૂરી માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો