તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર િવશેષ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાં2007થી 31 જુલાઈ 2016 સુધીમાં 9,66, 993 લોકો અકસ્માતનો ભોગ બન્યા છે. જેમાં અમદાવાદના 1,62,109 લોકોનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકારે માર્ગ પર ઈજાગ્રસ્ત થતા દરેક લોકોને નજીકના ભવિષ્યમાં યુનિવર્સલ ઇન્સ્યોરન્સ કવર આપશે. પગલાથી માર્ગ અકસ્માતનો ભોગ બનતા લોકો તાત્કાલિક મેડિકલ સારવારથી વંચિત રહેશે નહીં.

મંગળવારે લોકસભામાં મોટર વ્હીકલ્સ એક્ટ (સુધારા) બિલ રજૂ કરવામાં આવ્યું, જેમાં ગંભીર ઇજાગ્રસ્ત વ્યક્તિ સ્વસ્થ થઈ જાય ત્યાં સુધીના મેડિકલ ખર્ચા માટે એક્સિડન્ટ ફંડની વ્યવસ્થા કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે ઓછામાં ઓછા પાંચ લાખ લોકો માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા બાબતને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો.

સરકારી અહેવાલો મુજબ જો ઈજાગ્રસ્તને અકસ્માતના શરૂઆતના કલાકમાં મેડિકલ સારવાર મળી જાય તો ઓછામાં ઓછા 50 ટકા લોકોના જીવ બચાવી શકાય. વર્ષ 2015માં દેશમાં માર્ગ અકસ્માતોને લીધે 1.46 લાખ લોકો મૃત્યુ પામ્યા. બિલમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા નિયત કેટલાક સેલ અથવા ટેક્સ, કેન્દ્ર સરકાર કે અન્ય કોઈ સ્ત્રોત મારફતે કોઈ ગ્રાન્ટ અથવા લોન ઉઘરાવીને ફંડ ઊભું કરી શકાય. ભારતીય વિસ્તારમાં માર્ગોનો ઉપયોગ કરતા તમામ લોકોને ફરજિયાત ઈન્સ્યોરન્સ કવર પૂરું પાડવાના હેતુસર ફંડ ફાળવવામાં આવશે. બિલમાં થયેલી રજૂઆત મુજબ હિટ એન્ડ રન કેસમાં ગંભીર રીતે ઘાયલ વ્યક્તિઓની સારવાર, મૃત્યુ પામેલા કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા લોકોના પ્રતિનિધિઓને વળતર આપવા માટે બિલનો ઉપયોગ થશે. બિલમાં પણ જણાવાયું છે કે જે લોકો મેડિકલ અથવા લાઇફ ઈન્સ્યોરન્સ કવર ધરાવતા હશે એમને ઈન્સ્યોરન્સ કંપનીઓ દાવા સામે વળતર આપશે. ચૂકવાતા વળતરની રકમ મુજબ સરકાર પોતાની રકમ બાદ કરી લેશે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને ગોલ્ડન અવર (અકસ્માત થયાના પ્રથમ કલાક) દરમિયાન કેશલેસ સારવાર મળી રહે માટેની એક યોજના શરૂ કરવા બાબતે પણ બિલમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

{ સરકાર દ્વારા મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડની વ્યવસ્થા.

{ પહેલા થોડા કલાકો દરમિયાન ગંભીર રીતે ઘવાયેલા લોકોની મેડિકલ સહાયતા માટે નિ:શુલ્ક ઉપયોગ થશે.

{ મૃત્યુ પામેલા લોકો અથવા હિટ એન્ડ રનમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોના પરિવારજનોને વળતર.

{ સરકાર દ્વારા હાઇવે પર કેશલેસ યોજના વિસ્તારવા માટે વિચાર.

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને સારવારનો ખર્ચ સરકાર આપશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો