તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • એક્સાઈઝ અધિકારીને બે વર્ષની જેલ, 41 લાખની મિલકત જમા કરાવવી પડશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એક્સાઈઝ અધિકારીને બે વર્ષની જેલ, 41 લાખની મિલકત જમા કરાવવી પડશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અપ્રમાણસરમિલકતની કેસમાં ધરપકડ કરાયેલા કંડલા પોર્ટના સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારી વી.એન. જાગીરદારને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બે વર્ષની કેદ અને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો છે. કોર્ટે અધિકારી પાસેથી જપ્ત કરાયેલી બિનહિસાબી રૂ.41 લાખની મિલકત સરકારી તિજોરીમાં જમા કરાવવા પણ આદેશ આપ્યો છે.

રાજ્યના કંડલા પોર્ટ ખાતે ફરજ બજાવતાં સેન્ટ્રલ એક્સાઈઝ અધિકારી વી.એન.જાગીરદાર પાસે માતબર મિલકતો અને સોના ચાંદીના દાગીના વસાવ્યા હોવાની માહિતી સીબીઆઈને વર્ષ 2005માં મળી હતી. સીબીઆઈએ સમગ્ર મામલાની તપાસ કરી આરોપી એક્સાઈઝ અધિકારીના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધરીને ફરિયાદ નોંધી સીબીઆઈ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

સુનાવણી દરમિયાન સરકારી વકીલે કેસ પુરવાર કરવા 15 સાક્ષી અને મહત્વના દસ્તાવેજી પુરાવા કોર્ટ સમક્ષ તપાસ્યા હતા. આરોપીના એડ્વોકેટ કોર્ટમાં રજૂઆત કરી કે, એક્સાઈઝ અધિકારીના પત્ની બીએસએનએલમાં ઉચ્ચહોદ્દા પર ફરજ બજાવે છે. પત્નીની આવકના આધારે મિલક્ત વસાવી હોવાની રજૂઆત કરી હતી. સીબીઆઈ જજ એચ.આઈ.ભટ્ટે અધિકારીને તકસીરવાર ઠેરવીને બે વર્ષની કેદ અને રૂ. 10 હજાર દંડ ફટકાર્યો હતો. સીબીઆઈ અધિકારીએ અનઅધિકૃત રીતે 41 લાખની મિલકતો અને સોના ચાંદીના દાગીના વસાવ્યા હોવાના દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કર્યા હતા.

અપ્રમાણસર મિલકતના કેસમાં CBI કોર્ટે 10 હજાર દંડ પણ ફટકાર્યો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો