તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેટેલાઈટમાંથી જુગાર રમતા 7 પકડાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેટેલાઈટમાંથી જુગાર રમતા 7 પકડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સેટેલાઈટપોલીસ સ્ટેશનની બાજુમાં હોટલ મેરિયોટ કોર્ટયાર્ડ પાસેના રેવતી ટાવરના એક ફલેટમાં જુગાર રમતા 7 જુગારીની સેટેલાઈટ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી પોલીસે રોકડા રૂ.38,200 અને મોબાઈલ ફોન મળીને કુલ રૂ.50,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શ્રાવણિયો જુગાર રમવા માટે જુગારીઓએ ફલેટ ભાડેથી રાખ્યો હતો.

રેવતી ટાવર ફલેટ નંબર-એચ-9 માં શનિવારે રાતે ભેગા થયેલા માણસો જુગાર રમી રહ્યા હોવા અંગે કોઇ સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી.કંટ્રોલ રૂમ દ્વારા મળેલા સંદેશાના આધારે સેટેલાઈટ પોલીસ રેવતી ટાવર પહોંચી હતી અને ચેક કરતા ફલેટમાંથી પાના-પૈસાનો જુગાર રમતા 7 જુગારી પકડાયા હતા. પોલીસે જુગારીઓની ધરપકડ કરી રવિવારે સવારે તેમને જામીન ઉપર મુક્ત કર્યા હતા.

તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે શ્રાવણિયો જુગાર રમવા માટે ધ્રુવિલે ફલેટ ભાડેથી રાખ્યો હતો. રામોલ પોલીસે બુધવારે રાત્રે વસ્ત્રાલના મહાદેવ એસ્ટેટમાં દરોડો પાડી 8 જુગારીઓની ધરપકડ કરી હતી.

પોલીસ સ્ટેશન બાજુમાં હતું

રેવતીટાવર સેટેલાઈટ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલુ હોવા છતાં ત્યાં જુગારધામ ચાલતુ હોવાની માહિતીથી સેટેલાઈટ પોલીસ અજાણ હતી.આ તો શનિવારે કોઇ સ્થાનિક રહીશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરતા સેટેલાઈટ પોલીસ પહોંચી હતી. જો રહીશે ફોન કર્યો હોત તો સેટેલાઈટ પોલીસને જુગારધામ વિશે માહિતી મળી હોત.

નબીરા પકડાયા

ધ્રુવિનપરીખ, પ્રહલાદનગર {ભૌતિક સાગર, પ્રહલાદનગર {પાર્થ પટેલ, સાયન્સ સિટી રોડ {હાર્દિક ઠક્કર, પ્રેમચંદનગર {કુશલરાજ ચૌહાણ, હિમાલયા મોલ {મનીષ વિરડા, વસ્ત્રાપુર {અકીલ ગાંજા, વિજય ચારરસ્તા

શ્રાવણિયો જુગાર રમવા રેવતી ટાવરમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો