તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ‘સ્થિતિ શાંત થાય ત્યારે અમે તારી સાથે આવી ધ્વજવંદન કરીશું’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘સ્થિતિ શાંત થાય ત્યારે અમે તારી સાથે આવી ધ્વજવંદન કરીશું’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} અલગાવવાદીઓની ધમકીને અવગણીને શ્રીનગર પ્રયાણ

મેરાણીપરિવાર 10:40ની ફ્લાઈટ પકડવા દિલ્હી એરપોર્ટ પહોંચ્યો. અમીર મેરાણીને અમદાવાદના કોઈ ગોપાલ પટેલનો ફોન આવ્યો કે હું તમારા સમર્થનમાં આવ્યો છું. મેરાણી પરિવારે તેમને પણ સાથે લીધા.

}સમર્થકના વેશમાં આવેલા વ્યક્તિ અધિકારી નીકળ્યાં

જેવાતેઓ શ્રીનગર એરપોર્ટમાં દાખલ થયા ને પેલા વ્યક્તિને સુરક્ષાકર્મીઓ સાથે ઈશારાથી વાત થઈ અને પચાસેક જેટલા પોલીસ-આર્મીના જવાનો ઘેરી વળ્યા. અમીરભાઈ કહે છે, સમર્થક હોવાનું કહીને સાથે જોડાયેલા સજ્જન કોઈ મોટા અધિકારી હોય તેમ લાગતું હતું. ત્યાં કેટલાક અધિકારીઓએ તેમને સલામ કરેલી.

}શ્રીનગર એરપોર્ટ પર તન્ઝીમના સમર્થકોનું ટોળું ઉમટ્યું

ફ્લાઈટમાંતન્ઝીમની જેમ લાલચોકમાં ત્રિરંગો લહેરાવવા નીકળેલી લુધિયાણાની જ્હાનવી સહિતના 15-20 સમર્થકો પણ હતા. તેમને વીઆઈપી ટ્રિટમેન્ટ અપાઈ. અધિકારીઓએ તન્ઝીમને શાબાશી પણ આપી.

}પોલીસ-આર્મીના અધિકારીઓએ મેરાણી પરિવારને સમજાવ્યો

મેરાણીપરિવારને સમજાવાયો કે અહીં 60 પોલીસ મથકો બાળી નંખાયા છે. 50થી વધુ નાગરિકો, 20 જવાનોએ જીવ ગુમાવ્યા છે. હાલત ખરાબ છે. તમે જે કરવા આવ્યા છો તે કરો. બધાની ટિકિટ્સ કન્ફર્મ કરી પાછા મોકલવાના હતા.

}પોલીસે સ્થિતિ શાંતિમાં ધ્વજવંદન કરાવવાનું વચન આપ્યંુ

તન્ઝીમેકહ્યું, ‘હું અહીં અનશન કરીશ.’ ત્યારે એક લેડિઝ પોલીસે કહ્યું, ‘હું વચન આપુ છું કે સ્થિતિ શાંત થાય ત્યારે અમે તારી સાથે આવીશું ને તને ધ્વજવંદન કરાવીશું.’

}દેશપ્રેમીઓ-દેશદ્રોહીઓના ટોળાં આમને-સામને આવી ગયા

બધાપાછા ફરી રહ્યાં હતા. ટર્મિનલ પર ત્રિરંગો લહેરાવીને બધાએ ‘ભારત માતા કી જય’ના નારા શરૂ કર્યા. જોઈને આસ-પાસમાંથી ચાર-પાંચ શખ્સો સામે આવ્યા અને તેમણેે ‘કાશ્મીર કો ચાહિયે આઝાદી...’ની નારેબાજી શરૂ કરી. જોતજોતામાં ટોળું ખુબ વધી ગયુ. પોલીસ-આર્મીના જવાનોએ ત્યાં પહોંચીને સ્થિતિ કાબુમાં લીધી.

}અમે જે કરવા નીકળ્યાં હતા કરી આવ્યાં અમીર મેરાણી

અમીરમેરાણી કહે છેે, ‘અમે જે કરવા નીકળ્યાં હતા અમે કરીને આવ્યા છીએ. માત્ર સ્થળ બદલાયુ. લાલચોકના બદલે શ્રીનગર એરપોર્ટ.’

અમદાવાદના મેરાણી પરિવારને શ્રીનગર એરપોર્ટ પર અટકાવી પાછો દિલ્હી મોકલી દેવાયો

કાશ્મીર પોલીસે તન્ઝીમ મેરાણીને આપ્યું વચન

અમે સાવ ખાલી હાથે પાછા નથી આવ્યાં

^મનનોજે સંતોષ થવો જોઈએ તો નથી થયો પણ અમે સાવ ખાલી હાથે પણ પાછા નથી આવ્યા. લાલચોકના પચાસ ટકા મેં એરપોર્ટ પર કરી બતાવ્યું છે. > તન્ઝીમ

શ્રીનગર એરપોર્ટ પર પણ ઉમટ્યાં તન્ઝીમના સમર્થકો | અલગાવવાદીઓનો થયો ભેટો | ચાર કલાક ચાલ્યો ડ્રામા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો