તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે ફિંગરપ્રિન્ટ અને રેટિનાથી આધારકાર્ડને લોક કરી શકાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે ફિંગરપ્રિન્ટ અને રેટિનાથી આધારકાર્ડને લોક કરી શકાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વેબપોટર્લપર તમારૂ અથવા અને કોઇનું આધારકાર્ડ વેરીફાઇ કરી શકો છો. તમે ઇચ્છો તો બાયોમેટ્રીકસ ડેટા અેટલેકે ફિંગરપ્રિન્ટ અને રેટિના દ્વારા આધારાકાર્ડને લોક પણ કરી શકો છો.

ભારતીય વિશિષ્ટ ઓળખપત્ર (યુઆઇડીએઆઇ) દ્વારા તેઓના પોટર્લમાં કેટલાક નવા ફિચર્સનો ઉમેરો કર્યો છે. તેનાથી લોકોને ઘણી રાહત મળશે તેવું સ્થાનિક અધિકારીઓ જણાવી રહ્યા છે. આગામી દિવસોમાં અમદાવાદમાં પણ અમલ કરવામાં આવનાર છે.

દેશમાં 90 ટકા કરતા વધારે લોકોએ આધારકાર્ડ નંબર મેળવી લેતા નવી યોજના લાગુ કરવામાં આવી છે. યુઆઇડીએઆઇ દ્વારા પોટર્લ પર આધારકાર્ડની તપાસ કરવી, બાયોમેટ્રિક્સ દ્વારા તેની માહિતી લોક કરવી, તેમજ મોબાઇલ નંબર કે ઇમેઇલ દ્વારા તેની ચકાસણી ફિચર્સ અપલોડ કરાયા છે. અત્યારે હાલ પોર્ટલ પર માત્ર આધારકાર્ડ ડાઉનલોડ કરવાની સુવિધા આપવામાં આવી છે.

કઇરીતે થઇ શકે છે ઉપયોગી : યુઆઇડીએઆઇનીવેબસાઇટ પર જાવો તેમાં જમણી બાજુ આપેલા ઓપ્શન ચકાસો અથવા આધાર પર ક્લિક કરો. તેમ કરવાથી સ્ક્રીન પર એક ફોર્મેટ આવશે, તેમાં આધારકાર્ડ નંબર એન્ટર કરો,ચાર નંબરનો કેપ્ચર નંબર આવશે, તેને સ્ક્રીન પર દર્શાવેલા બોક્સમાં એન્ટર કરો, તે બાદ આપના મોબાઇલ નંબર પર વનટાઇમ પાસવર્ડ આવશે, તે પાસવર્ડને એન્ટર કરતાં સ્ક્રીન પર તમારો આધાર નંબર, ઉંમર, રાજ્યની વિગત, નામ, જાતિ, તમારા રજિસ્ટર મોબાઇલ નંબરના અંતના ત્રણના નંબરો દર્શાવશે. ખોટો ફોન નંબર બતાવશે નહીં.

ડેટા લોકો કરવાની પદ્ધતિ

પોર્ટલપર જઇ જમણી બાજુ બાયોમેટ્રિક ડેટા લીકીંગ પર કલીક કરો, તે બાદ સૂચના પ્રમાણે નંબર વેરીફાઇ માટે કરતી પ્રક્રિયા કરો, તેમ કરવાથી નંબરનો ઓટીપી નંબર આવશે. તેને એન્ટર કરવાથી તમારા આધારકાર્ડના અંતિમ 4 નંબર સ્ક્રીન દર્શાવશે અને તમારી વિગત લોક થઇ જશે.

ટૂંક સમયમાં સિસ્ટમ અમદાવાદમાં શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો