તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઘરમાં સંસ્કૃતમાં વાત કરતાં અમદાવાદી કુટુંબો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરમાં સંસ્કૃતમાં વાત કરતાં અમદાવાદી કુટુંબો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સંસ્કૃતમાં બોલવાથી આપણો ગ્રાસ્ફિંગ પાવર વધે છે. એક સ્ટુડન્ટ તરીકે મેં સંસ્કૃત બોલવાની શરૂઆત કરી હતી આજે મારી પત્નિ, પુત્ર અને ભાઈ અમે તમામ મેમ્બર્સ ઘરમાં સંસ્કૃતમાં વાત કરીએ છીએ. ભાષાથી આપણો ઓવરઓલ વિકાસ થાય છે અને વેલ્યુઝમાં પોઝિટીવ ચેન્જ આવે છે. વળી સંસ્કૃતમાં વાત કરવાથી ઉચ્ચારણ શુધ્ધિનો પણ લાભ મળે છે.જો સંસ્કૃતને બચાવવી હશે તો તેની શરૂઆત આપણીથી અને પછી ઘરથી કરવી પડશે. }મિહીર ઉપાધ્યાય, (ફેમિલીમાં પત્ની અમિ, પુત્ર કલ્પ અને સંસ્કૃતમાં વાત કરે છે.)

સંસ્કૃત ગૃહ નિર્માણ કરવું છે

જેચારે તરફ અંગ્રેજી કલ્ચર છે ત્યારે આપણી વેદકાલિન સંસ્કૃત ભાષા ઘરે ઘરે બોલાય તે માટે અમે પ્રયાસ કરીએ છીએ. હું મારા પતિ અને પુત્ર ઘરમાં સંસ્કૃતમાં વાત કરીએ છીએ. આપણી માતૃભાષા તો છે તેની સાથે માત્ર ધર્મની નહી સંશોધનની પણ ભાષા છે. તમામ ભાષાનું મૂળ સંસ્કૃતમાં છે. મોટા ભાગના અંગ્રેજી શબ્દો સંસ્કૃત પરથી આવ્યા છે. 1993માં ત્રણ કાર્યકરો સંસ્કૃત શીખીને આવ્યા પછી અમે તેમની પાસેથી શીખ્યા અને આજે ઘરમાં નહી ગુજરાતભરમાં સંસ્કૃત ગૃહ નિર્માણનો પ્રયાસ કરીએ છીએ. }સ્મિતા જોશી (પરિવારમાં તેમના પતિ ભરત જોશી અને પુત્ર મૌલિક જોશી સાથે)

મારી સવાર ‘સુપ્રભાતમથી થાય છે. અમારા ડેન્ટિસ્ટ તરીકેના પ્રોફેશનની સાથે સાથે અમે છેલ્લા બે વર્ષથી સવારથી સાંજ ઘરે હોઈએ ત્યારે સંસ્કૃતમાં વાત કરીએ છીએ. એક એવી ભાષા છે જેનાથી જાણે કે પૂર્ણતાનો અહેસાસ થાય છે. એક એવી પૂર્ણતા લાવે છે જે અમારા ડેન્ટલના વ્યવસાયમાં અમે પેશન્ટ સાથે પણ પ્રેમ પૂર્વકનો વ્યવહાર શીખવે છે. અંગ્રેજીમાં એક શબ્દના અનેક અર્થ થતાં હોય છે પણ સંસ્કૃતમાં દરેક માટે શબ્દ છે એટલે દેવો અને રૂષિકાળથી ચાલી આવતી બહુ મોટી ભાષા છે. અમને સંસ્કૃત બોલવાનું ગૌરવ છે કેમ કે તેમાં એક પોતીકાપણું લાગે છે. }ડો.માનસી અને ડો.માધવી શાહ (પુત્રી અને માતા જે બંને ડોક્ટર છે અને ઘરમાં સંસ્કૃતમાં વાત કરે છે)

પુનિત ઉપાધ્યાય @ahm_cbદુનિયાનીસૌથી જૂની ભાષા તરીકે સંસ્કૃતનું અસ્તિત્વ છે. ભારતની શાસ્ત્રીય ભાષા સામાન્ય રીતે યજ્ઞ અને પૂજાપાઠમાં બોલાય છે. ફેમિલીમાં આજે સંસ્કૃતમાં બોલવાનું ચલણ સહેજ પણ નથી ત્યારે હજુ પણ ક્યાંક ક્યાંક પરિવારોમાં સંસ્કૃત ભાષામાં વાતચીત થાય છે. અમદાવાદની વાત કરીએ તો આજે આંગણીના વેઢે ગણી શકાય તેવા 12-13 ફેમિલી છે. જ્યાં સંસ્કૃતમાં વાત થાય છે. ગુજરાતમાં 100 જેટલા પરિવારો સંસ્કૃત બોલવાનું પસંદ કરે છે. આમ, લુપ્ત થતી ભાષાને પણ બોલનારા લોકો શહેરમાં વસે છે.

મદાવાદમાં કેટલાક ફેમિલીની સવાર ‘સુપ્રભાતમ’, ‘શીઘ્રમ ઉત્થાન’ કે ‘ભોજનમ્ ઈચ્છતી’ જેવા સંસ્કૃત શબ્દો બોલવાથી થાય છે. શહેરના કેટલાક એવા ફેમિલી કે જેઓ આજે પણ પોતાના ઘરમાં સંસ્કૃત બોલવાનું પસંદ કરે છે. આવો આજે તેમને નજીકથી જાણીએ.

Unique Family

100

પરિવારો ગુજરાતમાં છે જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે.

23

વ્યંજન છે ભાષામાં

12

સ્વર છે

સંસ્કૃતમાં

13

પરિવારો અમદાવાદમાં સંસ્કૃતમાં વાતચીત કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો