તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વાર્ષિક 48 લાખની આવક છોડી સોશિયલ એક્ટિવિટી કરતો અમદાવાદી યુવાન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાર્ષિક 48 લાખની આવક છોડી સોશિયલ એક્ટિવિટી કરતો અમદાવાદી યુવાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હું દેશભરમાં પેરલલ ગવર્નમેન્ટ ગ્રૂપ બનાવવા માગુ છું

હુંકોલેજમાં ભણતો ત્યારથી ઈવેન્ટનું કામ કરીને મારો ખર્ચ કાઢી લેતો હતો. ત્યાર બાદ આર્મી જોઈન કરી શક્યો તેનો અફસોસ છે. છેલ્લાં દસ વર્ષ મહેનત કરીને મેં મારા જીવનની જરૂરિયાત સંતોષાય તેટલા પૈસા બનાવી લીધા છે બસ હવે દેશ માટે કંઈક કરવું છે. રસ્તામાં પડેલો ખાડો એઅેમસી બુરે પહેલા આપણે બુરી દઈઅે તો. હું વિચારશૈલીમાં માનું છું. જે જોતાં હું દેશભરમાં પેરલલ ગવર્નમેન્ટ ગ્રૂપ બનાવવા માગુ છું. જે માટે અમદાવાદ ઉપરાંત જયપુર, ચેન્નાઈ, બેંગ્લોર અને કોટા એમ ચાર સિટીના યંગસ્ટર્સ માટે મારી સાથે જોડાયા છે. }રીતેશ શર્મા, હે હાય એનજીઓના પ્રેસિડેન્ટ

} પેઈન્ટઈટ રેડ: જેરોડ ફેસિંગ દીવાલ હોય અને પાનની પિચકારીઓથી ગંદી થઈ ગઈ હોય તે દીવાલો લાલ કલરથી વોલેન્ટિયર્સ સાથે મળીને પેેઈન્ટ કરે છે. અત્યાર સુધી શહેરમાં 30 જગ્યાએ કામ કર્યું.

}બેસ્ટ:બિઈંગએનર્જાઈઝ્ડ ફોર સેવિંગ ટ્રીઝ (બેસ્ટ) નામના પ્રોજેક્ટમાં ઝાડ પર લાગેલી ખિલ્લીઓ જે ઝાડનું ઓછું આયુષ્ય કરે છે. તે માટે 1,200 વૃક્ષો આજુ-બાજુમાં રહેતા લોકોને એડોપ્ટ કરાવ્યા અને બધી ખિલીઓ બહાર કઢાઈ.

}એક્ટ: એક્ટએક્શન ચેન્જિસ થિંક્સ (એક્ટ) નામના પ્રોજેક્ટમાં ગવર્મેન્ટ પ્રોપર્ટી, ગાર્ડન વગેરે જગ્યાઓ પર સફાઈ કરે છે.

}રક્તકર્ણ:બ્લડકેમ્પ એક વેપાર બનતા જાય છે. જેમાં એક બ્લડની બોટલમાંથી લેવામાં આવેલા વ્હાઈટ સેલ્સ, રેડ સેલ્સ અને પ્લાઝમાં અલગ કરી બ્લડ બોટલ્સ વેચવામાં આવે છે, જે માટે લોકોને બ્લડ કેમ્પમાં નહીં પરંતુ જાતે જઈને બ્લડ આપવા માટે કેમ્પેન ચલાવી રહ્યા છે.

}સંજીવનીપ્રોજેક્ટ: સિવિલ,જીસીએચ અને સિમ્સ જેવી હોસ્પિટલમાં જઈને કેન્સરગ્રસ્ત બાળકો સામે જોકર બની તેમને હસાવવા.

}પસ્તીકી મસ્તી : સોસાયટીમાંથીપસ્તી ભેગી કરી તેમાંથી મેળવેલી ઈન્કમ બાળકોના ભણતર માટે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે તેમાથી મળેવી સારી બૂક્સ બાળકોની લાયબ્રેરીમાં મૂકવામાં આવે છે.

} ખાદીના ઝભ્ભા લેંઘા સાથે સ્લિપર પહેરીને લોકોને નાની-મોટી મદદ કરવા માટે ઘરેથી સાઈકલ પર રીતેશ નીકળી પડે છે. 18 પ્રકારની સોશિયલ એક્ટિવિટી તે શહેરમાં ચલાવે છે.

City Youth

નવલસિંહ રાઠોડ @ahm_cbરીતેશશર્માની નાનપણથી આર્મી જોઈન કરીને દેશની સેવા કરવાની ઈચ્છા હતી. જે માટે રીતેશે ગુજરાત કોલેજમાં સ્ટડી બાદ કમ્બાઈન્ડ ડિફેન્સ સર્વિસ નામની એક્ઝામ ક્લિયર તો થઈ પરંતુ મેડિકલ ટેસ્ટમાં બન્ને ઘુંટણ જોઈન્ટ થતાં હોવાથી ટેસ્ટ પાસ થઈ શક્યાે. આર્મી જોઈન કરી શકવાના કારણે મહિના સુધી ડીપ્રેશનમાં સરી પડેલા રીતેશે ત્યારબાદ બિઝનેસમાં ઝંપલાવ્યું. પોતાને ગિટાર વગાડવાનો શોખ હોવાથી ફ્રેન્ડ સાથે મળીને વી.એસ. મ્યુઝિકલ કંપની શરૂ કરી. જેમાં મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટના સેલિંગનો બિઝનેસ દસ વર્ષ સુધી ચાલ્યો. જેમાં રીતેશ વર્ષે 48 લાખ રૂપિયા કમાતાે હતાે. માટે મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટના સેલિંગનું સાઉથ ઈન્ડિયાના રાજ્યોનું કામ રીતેશ સંભાળતો. સમયે બિઝનેસ ક્લાસમાં કે પ્લેનમાં મુસાફરી કરવાની જગ્યાએ રીતે જનરલ ડબ્બામાં જવાનું વધારે પસંદ કરતો. રીતેશના પૈસાથી તેની જીવન જરૂરિયાતો તો સંતોષાતી પરંતુ હૈયે ટાઢક વળતી.

}રીલલાઈફને જોઈ રિયલ લાઈફમાં કંઈક કરવાની પ્રેરણા મળી

ત્યારબાદ કિક ફિલ્મ જોયા બાદ રીયલ લાઈફના નહીં પરંતુ રીલ લાઈફના સલમાન ખાનના કેરેક્ટરને જોઈને જીવનમાં કંઈક નવી કરવાની પ્રેરણા મળી અને દર મહીને લાખોની કમાણી છોડી સોશિયલ એક્ટિવિટીમાં જોડાયો. રીતેશ પાસે તેની પોતાની કમાણીની એક એસયુવી કાર અને ત્રણ ત્રણ બાઈક છે. છતા શહેરના રસ્તાઓ પર ખાદીના ઝભ્ભા લેંઘા સાથે સ્લિપર પહેરીને સાઈકલના પેંડલ મારતાે નજરે પડે છે. રીતેશ છેલ્લા દોઢ વર્ષથી બિઝનેસને તિલાંજલી આપી ચૂક્યો છે. સમય દરમિયાન તેને ‘હે હાય’ નામની એનજીઓ બનાવી છે. જેમાં તેની સાથે 23 વોલેન્ટિયર્સ જોડાયેલાં છે. એનજીઓ કોઈ પણ કંપનીની સીએસઆર એક્ટિવિટીની મહેરબાનીથી નહીં પરંતુ પોકેટમની ખર્ચ અને ફંડરાઈઝિંગથી ચાલે છે. રીતેશ અત્યારે 18 પ્રકારની સોશિયલ એક્ટિવિટી માત્ર શહેરમાં નહીં પરંતુ દેશના ચાર શહેરોમાં પણ વોલેન્ટિયર્સની મદદથી શરૂ કરી છે. જેમાં તેને સ્લમના 42 બાળકોને ભણાવવા માટે દત્તક લીધાં છે. સિવાય તે લોકોની નાની મોટી મદદ કરવા માટે ઘરેથી સાઈકલ પર નીકળી પડે છે.

બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની રીયલ લાઈફથી પ્રેરણા નથી પામ્યો પરંતુ તેની ‘કિક’ ફિલ્મના કેરેક્ટરથી જરૂર પ્રેરણા મળી છે. જેથી વર્ષની 48 લાખની કમાણી છોડી. વી.એસ. મ્યુઝિકલના બિઝનેસને છોડવા પાછળનું કારણ દેશમાં યુવાઓની પેરલલ ગવર્મેન્ટ બનાવવી છે. જે ગવર્મેન્ટને ફરિયાદ કરે અને ખુદ કામ કરે.’ શબ્દો છે અમદાવાદના મેમનગર વિસ્તારમાં રહેતા રીતેશ શર્માને જે અત્યારે highly energized youth helping indians ( હે હાય) નામની એનજીઓ ચલાવે છે.

વાડજ વિસ્તારમાં હેલ્પલાઈન નામની સ્કૂલ બનાવી છે. જેમાં ચાંદખેડા, સાબરમતી, રાણીપ અને વાડજ વિસ્તારના સ્લમના 42 બાળકોને એડોપ્ટ કરાયા છે. જેમના બે ટીચર છે. ઉપરાંત વોલેન્ટિયર્સ તેમને ભણાવી રહ્યા છે. જેમાંના 18 બાળકો માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ કરાઈ છે.

મેં છેલ્લાં દોઢ વર્ષથી બિઝનેસ મૂકી દીધો છે. ‘હે હાય’ નામની એનજીઓ બનાવી અને પોકેટમની તેમજ ફંડરાઈઝિંગથી ચલાવું છું. } રીતેશ શર્મા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો