તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પૂર્વ મેયર સહિતના સભ્યોની કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પૂર્વ મેયર સહિતના સભ્યોની કમિશનર સમક્ષ ઉગ્ર રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દાણીલીમડામાં મંદિર ઉપર ફ્લેટ બાંધવાનો પ્લાન પાસ કરી દેવાયો

દાણીલીમડાગામમા મંદિર ઉપર કોમર્શિયલ પ્લસ રહેણાક બિલ્ડિંગ ઊભું કરવાના પ્લાન પાસ કરી દેતા ભારે વિવાદ સર્જાયો છે. પૂર્વ મેયર અમિત શાહ સહિત ભાજપના હાલના સિનીયર કાઉન્સિલરોએ કમિશનર મુકેશકુમારને સોમવારે સાંજે ઉગ્ર રજૂઆત કરી પાસ કરેલા પ્લાન કેન્સલ કરવા અને પ્લાન પાસ કરનાર અધિકારીને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી.

પૂર્વ મેયર અને હાલના વાસણાના કાઉન્સિલર અમિત શાહ, પૂર્વ ડેપ્યુટી મેયર અને હાલના સૈજપુર વોર્ડના કાઉન્સિલર દિનેશ મકવાણા, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મધુબેન પટેલ અને હાલના વસ્ત્રાલના કાઉન્સિલર, પૂર્વ ભાજપના નેતા અને હાલ વાડજના કાઉન્સિલર રમેશ દેસાઈ, ભાજપના પૂર્વ નેતા અને હાલના ખાડિયાના કાઉન્સિલર મયૂર દવે તથા હાલ લીગલ કમિટીના ચેરમેન કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિતનું ડેલિગેશન સોમવારે સાંજે પાંચ વાગ્યે કમિશનર મુકેશકુમારને મળ્યા હતા.

તેમણે આપેલા આવેદનપત્રમાં એવી ઉગ્ર રજૂઆત કરી હતી કે, ‘દાણીલીમડા વોર્ડમાં મંદિરના શિખર પર ફલેટ બંધાઈ રહેલા છે. સ્થાનિક લોકોએ ફરિયાદ કરતા ટાઉન પ્લાનિંગના ચેરમેન દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પ્લાન મંજૂર થયા હોવાનું સ્પષ્ટ થયુ હતુ. કોર્પોરેશનના ઈતિહાસમાં ક્યારેય મંદિર ઉપર મકાન બાંધવાના પ્લાન પાસ થયા હોય એવુ બન્યું નથી. કે મંદિર ઉપર ફલેટ બંધાયા હોય તેવુ પણ બન્યું નથી. જેથી અમારી લાગણી અને માંગણી છે કે, પ્લાન રદ કરવા તેમજ પ્લાન પાસ કરનારા અધિકારીને તાકીદે સસ્પેન્ડ કરાય.’

સમગ્ર મુદ્દે મ્યુનિ. કમિશનર મુકેશકુમારે રજૂઆત સામે તપાસ કરવાની ખાતરી આપી હતી.

દાણીલીમડા ગામમાં મંદિર ઉપર કોમર્શિયલ બિલ્ડિંગ ઉભું કરવાનો પ્લાન પાસ કરતા વિવાદ સર્જાયો હતો.

નિયમ વિરુદ્ધ પ્લાન પાસ કરાયાનો પણ આક્ષેપ

સામાન્ય રીતે, કોઈ પણ પ્લાન પાસ કરવા માટે 900 વારનો પ્લોટનો ક્રાઈટેરિયા જોવામાં આવે છે. પણ કિસ્સામાં 880 વારનો પ્લોટ હોવા છતાં નિયમ વિરુદ્ધ જઈને પ્લાન પાસ કરાયાનો આક્ષેપ છે.

જુલાઈ-2015માંપ્લાન પાસ કરાયા હતા

જુલાઈ,2015માંપ્લાન પાસ કરાયા હતા. ગ્રાઉન્ડ ફલોર પ્લસ ત્રણ માળનું કોમર્શિયલ અને રેસિડેન્સિયલ સ્કીમ બની રહી છે. જેમાં ગ્રાઉન્ડ ફલોર પર ત્રણ દુકાનો અને નવ ફલેટ બની રહ્યાં છે. બાદરભાઈ નામના વ્યકિતની પાવર ઓફ એટર્નીના આધારે પ્લાન પાસ કરાયા હતા.

હયાતમંદિર સાથે પ્લાન મંજૂર થયા

સૂત્રોનુકહેવુ છે કે, અહીં પહેલા નાની ડેરી હતી. જેમાં સ્લેબ ભરીને ઘુમ્મટ બનાવવામાં આવ્યુ હતુ. પ્લાન પાસ કરાવવામાં આવ્યા તેમાં હયાત મંદિર રાખીને બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનું સૂત્રોનુ કહેવુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો