તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘DDO પંચાયત એક્ટ વિરુદ્ધ કામ કરે છે’

ગુજરાતપંચાયત એક્ટની વિરુદ્ધ અમદાવાદ ડીડીઓ કામગીરી કરી રહ્યા હોવાનો આક્ષેપ જિલ્લા પંચાયતના સત્તાપક્ષ કોંગ્રેસ પ્રમુખે કર્યો છે. પ્રમુખે ડીડીઓની નિયમ વિરુદ્ધની કામગીરી અને તાલુકા કક્ષાએ અટકેલા વિકાસના કામોની લેખિત રજૂઆત કરવા છતાં ડીડીઓએ રજૂઆત નહીં મળી હોવાનું જણાવી આક્ષેપ નકાર્યો હતા.

અમદાવાદ જિલ્લામાં ચોમાસાના કારણે અનેક પ્રશ્નો ઉદ્દભવ્યા છે. પાણી, સફાઇ અને અન્ય વિકાસના કામો અટકી ગયા છે. કોને રજૂઆત કરવી અને પ્રશ્નોનું નિકારણ કેવી રીતે લાવવું તેને લઇને લોકોમાં ભારે મૂંઝવણ છે. જિલ્લા પંચાયત સત્તાપક્ષ કોંગ્રેસના પ્રમુખ પુષ્પા ડાભીએ જણાવ્યું હતું કે સત્તાપક્ષ કામ મંજૂર કરે તો તેની ચકાસણી કર્યા વગર ડીડીઓ કામ મંજૂર કરતા નથી. પ્રજા પોતાના પ્રશ્નો લઇને ડીડીઓ સમક્ષ જાય તો હાલ બજેટ મંજૂર થયું નહીં હોવાથી કામ નહીં થાય તેવું જણાવી કાઢી મૂકે છે. કારોબારી ચેરમેને મનુજી ઠાકોરે જણાવ્યું હતું કે ડીડીઓને માત્ર રાજ્ય અને કેન્દ્ર સરકારની સીધી ગાન્ટમાંથી થતાં કામો કરવામાં રસ છે. અરજદારોને કચેરીની બહાર કલાકો બેસાડી રખાય છે. ભાજપના દસ વર્ષના શાસનમાં નહીં થયેલા કામો આગળ ધપાવીએ તો ગુજરાતની ભાજપ સરકારની મંજૂરી લેવા જાય છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો