તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્પેશિયલ કોર્ટમાં વધુ સુનાવણી આેગસ્ટમાં થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્પેશિયલ કોર્ટમાં વધુ સુનાવણી આેગસ્ટમાં થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સોલા દુષ્કર્મ કેસમાં ભોગ બનનારને રિકોલ કરતી કોર્ટ

સોલામાંબાળકી પર દુષ્કર્મ કરી ગુપ્તાંગમાં સળિયો ભોંકી દેવાના કેસમાં પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ ફોર્મ સેક્સુયલ ઓફેન્સિસ (પોક્સો) કોર્ટના જજ પી.એ. પટેલે સરકારી વકીલની અરજીના અનુસંધાને કેસના ફરિયાદીને સીઆરપીસી 311 મુજબ ભોગ બનનારની જુબાની મહત્વની હોય રિકોલ કરવાની અરજીના અનુસંધાને સમન્સની બજવણી કરી છે.

સોલા ઓવરબ્રિજની નજીકમાં આવેલી અન્ડર કન્સ્ટ્રક્શન સાઈટ પર માતા પિતા સાથે ગયેલી બાળકી બપોરે સાઈટ પર કામ કરતાં તેના માતા પિતા પાસે આવી પહોંચી સાઈટના સિક્યુરિટી ગાર્ડે તેની સાથે દુષ્કર્મ આચરી હેવાનિયત ભર્યું કૃત્ય આચર્યાની બાબતથી વાકેફ કર્યા હતા. માતા પિતાની બુમરાણથી સાઈટ પર કામ કરતા મજૂરો સિક્યુરિટી ગાર્ડ કોશલેન્દ્ર ચૌહાણને ઝડપી લઈ સોલા પોલીસ મથકને સોંપી દીધો હતો. આરોપી સામે ગ્રામ્ય કોર્ટના સ્પે. પોક્સો જજ જી.એન.રાણા સમક્ષ કેસની સુનાવણી યોજાઈ તે સમયે કેસના ફરિયાદી એટલે માસૂમ બાળકીની માતા કોર્ટ સમક્ષ હોસ્ટાઈલ (નિવેદન ફેરવી તોળ્યું) થઈ હતી. કેસની સુનાવણી પૂર્ણ થતાં સ્પે. પોક્સો કોર્ટે કેસ ડિસે. 2016માં ચુકાદા પર નિયત કર્યા હતો. બાદમાં સ્પે. પોક્સો જજ જી.એન.રાણાની ટ્રાન્સફર થતાં કેસ ખાંરભે પડ્યો હતો. દરમિયાનમાં, ગ્રામ્ય કોર્ટમાં નવ નિર્મિત સ્પે. પોક્સો જજ પી.એ.પટેલ સમક્ષ યોજાઈ રહ્યો હતો. તે સમયે સરકારી વકીલ આનંદ ગુલાબાનીએ સીઆરપીસી 311 હેઠ‌‌ળ સમગ્ર કેસની સુનાવણીમાં ભોગ બનનારની જુબાની મહત્વની હોય ભોગ બનનારને કોર્ટ સમક્ષ પુન: જુબાની લેવા માટે સમન્સની બજવણી કરવાની અરજી કરી હતી. સુનાવણીના અંતે સ્પે. પોક્સો કોર્ટે ભોગબનનારને સમન્સની બજવણી કરી વધુ સુનાવણી ઓગસ્ટમાં યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો