તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે ગુરુપૂર્ણિમા : શહેરના વિવિધ મંદિરોમાં ગુરુપૂજનના કાર્યક્રમો થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે ગુરુપૂર્ણિમા : શહેરના વિવિધ મંદિરોમાં ગુરુપૂજનના કાર્યક્રમો થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢસુદ પૂનમનો દિવસ ગુરુપૂર્ણિમા તરીકે સમગ્ર જગતમાં ઉજવવામાં આવે છે. ગુરુ વિષે આખાય વિશ્વમાં ખુબ વાતો લખવામાં આવી છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધમાં ગુરુ પ્રત્યે પોતાની આજ્ઞા દર્શાવવા માટે આજનો પર્વ ઉજવવામાં આ‌વે છે. ઠેર ઠેર ગુરુ પૂજનના કાર્યક્રમો અને ગુરુને ભેટ સોગાદ આપવાના કાર્યક્રમો શહેર-રાજ્યભરના મંદિરો, આશ્રમો અને મઠમાં યોજાય છે. આજના મોર્ડન યુગમાં પણ ગુરુ-શિષ્યની પરંપરા સાર્થક છે અને રહેશે જ.

શહેરના શિવાનંદ આશ્રમ, હરિહરાનંદ આશ્રમ સહિતના આશ્રમ સ્વામિનારાયણ મંદિર કાલુપુર, મેમનગર ગુરુકુળ સહિતની જગ્યાએ ગુરૂપૂજનના આયોજનો કરવામાં આવેલા છે. એલિસબ્રિજના નાકે આવેલા સ્વામિ હરિહરાનંદ આશ્રમ ખાતે સવારે 9થી 12 ગુરુ મહાપૂજા તથા ગુરુપાદ મહાપૂજન યોજાશેે. મેમનગર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાંજે 4 કલાકે ગુરુપૂજન થશે. માનવ ઉત્થાન સેવા સમિતિ દ્વારા હંસ સત્યધામ ઉપાસના મંદિર, શાહીબાગ ખાતે સવારે 7 કલાકે આરતી પૂજા અને 10થી 12 સત્સંગ યોજાશે. થલતેજ સાઇધામ મંદિર ખાતે મોહનદાસજી મહારાજનું સવારે 10 કલાકે દ્વારા ગુરુપૂજન થશે. યુગ શક્તિ ટ્રસ્ટ ગાયત્રી પરિવાર દ્વારા બપોરે 2 કલાકે આશ્રમરોડ ખાતે આવેલા ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટીમાં ગુરુપૂજન, ગુરુચાલીસા, તુલસી પૂજન અને સત્યનારાયણ કથા યોજાશે. કાલુપુર સ્વામિનારાયણ મંદિરે તેેજેન્દ્રપ્રસાદજી મહારાજ તથા કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજનું પૂજન કરાશે. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થા ખાતે ખાસ પી.પી. સ્વામીનું ગુરુપૂજન કરાશે.

એસજીવીપી ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ ઋષિકુમારોએ વ્યાસ ભગવાનનું પૂજન કર્યુ હતું. ગુરુકુળના તમામ પ્રાધ્યાપકોનું પણ સન્માન કરાવવામાં આવ્યું હતું.

વ્યાસ જયંતી |ગુરુપૂજન માટે આજે વર્ષનો સર્વશ્રેષ્ઠ દિવસ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો