તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ગૌરીવ્રતનું જાગરણ : ગુરુવારે જયા પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરીવ્રતનું જાગરણ : ગુરુવારે જયા-પાર્વતી વ્રતની પૂર્ણાહુતિ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અષાઢસુદ અગિયારસ ને શુક્રવારથી શરૂ થયેલા ગૌરીવ્રતની પૂનમ ને મંગળવારના રોજ પૂર્ણાહુતિ થશે. મંગળવારે ગૌરીવ્રતનું રાત્રીના 12 વાગ્યા સુધી બાળકીઓએ જાગરણ કરવાનું હોય છે. તેમના માતા-પિતા અને પરિવારજનો તથા મિત્રો દ્વારા જાગરણ કરાવવામાં આવે છે. 17 જુલાઇને રવિવારથી શરૂ થયેલા જયાપાર્વતીની પણ ગુરુવારે પૂર્ણાહુતિ થશે. બાળકીઓ તેમને ભવિષ્ય સારો ભરથાર મળે તે હેતુથી ભગવાન શિવની આરાધના કરે છે.

શાસ્ત્રો પુરાણોમાં પણ વ્રતનું અનેક ગણું મહત્વ દર્શાવવામાં આવ્યું છે. માતા પાર્વતીએ શિવજીને પતિ તરીકે પામવા વ્રત કર્યું હતું. ગોરીવ્રતમાં બાળકીઓ 5 કે 7 વર્ષ માટે કરવાનું હોય છે. બુધવારના રોજ ગૌરીવ્રતની ઉજવણી કરવામાં આવશે અને શુક્રવારના રોજ જયા-પાવર્તી વ્રતની ઉજવણી કરવામાં આવશે.

બાળકીઓને પાંચ કે સાત વર્ષ ગૌરીવ્રત અને જયા-પાર્વતી વ્રતના પૂર્ણ થયા હોય ત્યારબાદ તેની ઉજવણી કરવાની હોય છે. ત્યારપછી બંને વ્રતો કરવાના રહેતા નથી. પાંચ વર્ષે જે વર્ષે પૂર્ણ થાય તેના પછીના દિવસે પાંચ બાળકીઓને બોલાવીને તેમનું પૂજન કરીને ભોજન કરાવવાનું રહે છે. તેમને ભોજન કરાવ્યા પછી તેમને ભેટ આપીને પાર્વતી શણગાર સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. આમ પાંચ કે સાત વર્ષના વ્રત પૂર્ણ થયા બાદ તેની ઉજવણી કરાય પછીના વર્ષેથી તે કરવાનું હોતું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો