તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કરદાતાઓનું રિફંડ ઝડપથી ચૂકવવા સીબીડીટીની તાકીદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરદાતાઓનું રિફંડ ઝડપથી ચૂકવવા સીબીડીટીની તાકીદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સીબીડીટીએ,છેલ્લાં ત્રણ એસેસમેન્ટ વર્ષ માટે કરદાતાઓનું રૂ. 5 હજારનું રિફંડ ઝડપથીચૂકવી દેવા માટે ઈન્કમટેક્સ વિભાગને તાકીદ કરી છે. સીબીડીટીએ આપેલી સૂચનાને લીધે ઘણાં સમયથી અટવાયેલું રિફંડ ઝડપથી મળવાને પરિણામે કરદાતાઓને રાહત મળશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસે, રિફંડ સંબંધિત સૂચના જારી કરીને જણાવ્યું છે કે, 2013-14, 2014-15 અને 2015-16ના આકારણી વર્ષ માટે જે કરદાતાઓના કેસ સ્ક્રુટિની માટે સિલેક્ટ કરાયા હોય તેવા કરદાતાઓને રૂ. 5 હજારનું રિફંડ ચૂકવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે. જે કરદાતાઓના કેસ ‘કાસ’ સિસ્ટમ હેઠળ આકારણી માટે સ્ક્રુટિની કરવામાં આવનાર હોય તેવા કેસમાં રૂ. 5 હજાર સુધીના એરિયર્સની રકમ 2016-17 વર્ષ માટે કરદાતાની ટેક્સ ડિમાન્ડ સામે એડજસ્ટ કર્યા વિના રીફંડ ચૂકવી દેવામાં આવે. 2013-14, 2014-15 અને 2015-16ના નાણાંકીય વર્ષના સંખ્યાબંધ કેસોમાં રિફંડ ચૂકવવામાં આવ્યું હોવાનું સીબીડીટીના ધ્યાન પર આવતાં રિફંડ ઝડપથી ચૂકવવા સૂચના અાપવામાં આવી છે.

વર્ષ 2015-16માં રિફંડ ચૂકવાયું હોવાથી ખાસ સૂચના આપી

ટેક્સ ડિમાન્ડ સામે એડજસ્ટ કર્યા વિના રિફંડ મળશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો