તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સિરિયલ બ્લાસ્ટ કેસ: આફ્રિદી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિરિયલ બ્લાસ્ટ કેસ: આફ્રિદી સામે ચાર્જશીટ ફાઈલ કરાઈ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદનાં21 સ્થળે કરાયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ કેસમાં 10 વર્ષે ધરપકડ કરાયેલા આરોપી આલમઝેબ આફ્રિદી સામેની તપાસ ક્રાઇમ બ્રાન્ચે પૂરી કરી છે. ક્રાઇમ બ્રાન્ચે ફોજદારી કોર્ટના એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મૅજિસ્ટ્રેટ એ. એસ. વ્યાસ સમક્ષ 815 સાક્ષી સાથેનું ચાર્જશીટ રજૂ કર્યું છે.

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ પૈકી અમદાવાદ બ્લાસ્ટની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચે 10 વર્ષ બાદ ઉત્તર પ્રદેશમાં છુપાયેલા આરોપી આલમઝેબ આફ્રિદીને 21 એપ્રિલે ઝડપી લીધો હતો. આરોપીના રિમાન્ડ સંદર્ભની કાર્યવાહી બાદ ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને શનિવારે સાંજે ફોજદારી કોર્ટમાં આરોપી સામે ખાડિયાના ચકલેશ્વર મહાદેવ નજીક બ્લાસ્ટ કરવાના કેસમાં ચાર્જસીટ રજૂ કરી છે.

ચાર્જશીટમાં ઉલ્લેખ કરાયો છે કે આરોપીએ અમદાવાદ, રાજસ્થાન સહિતનાં અન્ય સ્થળોએ સિમિના ભડકાઉ ભાષણ અંગેની મિટિંગો ગોઠવી તેમાં ભાગ લીધો હતો. આરોપી પાવાગઢના ચાંપાનેર અને કેરળના વાઘમોન જંગલમાં ત્રાસવાદી તાલિમમાં ભાગ લીધો હતો. અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે કેસના મુખ્ય સૂત્રધાર અબ્દુલ સુભાન અને કયામુદ્દીન કાપડિયાની સૂચના મુજબ સ્થળોની રેકી કરી બૉમ્બ પ્લાન્ટ કર્યા હતા. બૉમ્બની સામગ્રીની ખરીદી કરી હતી. તેને સમર્થન આપતાં ક્રાઇમ બ્રાન્ચે 815 સાક્ષી અને પુરાવા રજૂ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો