તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સવારના 7થી રાત્રે 10 સુધી શહેરમાં ભારે વાહન પર પ્રતિબંધ માત્ર નામનો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સવારના 7થી રાત્રે 10 સુધી શહેરમાં ભારે વાહન પર પ્રતિબંધ માત્ર નામનો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોલીસને 1 દિવસમાં 13 ભારે વાહન મળ્યાં, ભાસ્કરે 1 કલાકમાં 35 શોધ્યાં

શહેરમાંસવારના 7થી રાતના 10 વાગ્યા સુધી ભારે વાહનોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે. આમ છતાં બેરોકટોક ભારે વાહનો શહેરમાં ફરી રહ્યા છે. જાહેરનામાનો અમલ કરાવવામાં ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતાને કારણે શુક્રવારે ટ્રકની ટક્કરે કિશોરનું મૃત્યુ થયું હતું. ગંભીર અકસ્માત બાદ પણ ટ્રાફિક પોલીસે ડ્રાઇવના નામે જાહેરનામાના અમલનું માત્ર નાટક કર્યું હોવાનું ઘટનાના ત્રીજા દિવસે જોવા મ‌ળ્યું છે. પોલીસે ડ્રાઇવમાં માત્ર 13 વાહન મળ્યા હતા, જ્યારે ‘દિવ્ય ભાસ્કર’ના રિયાલિટી ચેકમાં માત્ર એક કલાકમાં 35 ભારે વાહનો શહેરમાં દોડતાં જોવા મળ્યાં હતાં.

ક્યાં કેટલા ભારે વાહનો

અનુપમરોડ 22 ભારે વાહન

સાંજે 5.06-5. 37

ભૂલાભાઇ 13 ભારે વાહન

સાંજે 5.48-6.20

દાણીલીમડા સર્કલ ખાતે આખો દિવસ ટ્રાફિક ભરચક રહે છે. તેમાં ટ્રક સહિતના ભારે વાહનોની સંખ્યા સૌથી વધુ જોવા મળે છે. તસવીર- ભાસ્કર

શાહઆલમ ટોલનાકાથી માંડ 500 મીટરના અંતરે આવેલા ભૂલાભાઈ ચાર રસ્તા તરફના રોડ પર ટ્રકની ભારે અવરજવર રહે છે.

હજી ગયા સપ્તાહે શાહઆલમ વિસ્તારમાં ટ્રકની અડફેટે એક કિશોરનું કરુણ મોત નીપજ્યું હતું. ટ્રાફિક પોલીસની નિષ્કાળજીને લીધે હજી પણ વિસ્તારમાં ભરબપોરે ટ્રકો બેફામ દોડી રહી છે.

દાણીલીમડા સર્કલ| બપોરે 3.04 વાગે

ભુલાભાઈ પાર્ક | બપોરે 3.37 વાગે

શાહઆલમ રોડ | સાંજે 5.55 વાગે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો