તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • હવે યુનિટે 80 પૈસા ફ્યૂઅલ સરચાર્જ લેવાશે, 30 લાખ ગ્રાહકોને ફાયદો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે યુનિટે 80 પૈસા ફ્યૂઅલ સરચાર્જ લેવાશે, 30 લાખ ગ્રાહકોને ફાયદો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ટોરેન્ટે અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં સરચાર્જ 50 પૈસા ઘટાડ્યો

નજીકનાસ્થળેથી સસ્તા ભાવે કોલસો મળવાથી અને ગૅસના ભાવોમાં ઘટાડો થવાથી બળતણનો ખર્ચ ઘટતાં જર્કના આદેશના પગલે ટોરેન્ટ પાવરે ફ્યુઅલ સરચાર્જમાં યુનિટ દીઠ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. અમદાવાદ, સુરત અને ગાંધીનગરના 30 લાખ ગ્રાહકને વીજબિલમાં રાહત મળશે. લાંબા સમય બાદ ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, વીજ કંપનીઓને અગાઉ ઇમ્પોર્ટેડ કોલસો અને ઊંચા ભાવના ગૅસનો ઉપયોગ કરવો પડતો હોવાથી ફ્યુઅલ સરચાર્જ વધારે આવતો હતો. આથી ગ્રાહકોનું વીજબિલ પણ વધુ આવતું હતું. હવે કેન્દ્ર સરકારે નજીકના સ્થળેથી સારી ક્વૉલિટી ધરાવતો કોલસો મળે તેવી વ્યવસ્થા ગોઠવતાં અને ગૅસના ભાવો પણ ઘટાડતાં વીજ કંપનીઓની ફ્યુઅલ કોસ્ટમાં ઘટાડો થયો છે જેની સીધી અસર ગ્રાહકોને થશે. રાજ્યમાં 15 મહિના પછી ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

જર્કે મંજૂર કરેલા ત્રીજા ક્વાર્ટરના નવા ફ્યુઅલ સરચાર્જ પ્રમાણે ટોરેન્ટ પાવર રૂ. 1.30ના બદલે 80 પૈસા પ્રતિ યુનિટે વસૂલશે. ફ્યુઅલ કોસ્ટ ઘટવાને કારણે ચાલુ વર્ષે ક્રમશઃ ફ્યુઅલ સરચાર્જ ઘટી રહ્યો છે.

જાન્યુઆરીથી માર્ચના પ્રથમ ક્વાર્ટરમાં ફ્યુઅલ સરચાર્જ રૂ. 1.98 હતો જે બીજા ક્વાર્ટર એપ્રિલથી જૂનમાં રૂ. 1.30 થયો હતો હવે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રીજા ક્વાર્ટરમાં 80 પૈસા થયો છે. ઇન્ડસ્ટ્રીઅલ, કોમર્શિયલ અને રેસિડેન્સિયલ સહિત તમામ કેટેગરીના ગ્રાહકોને લાભ થશે. ટોરેન્ટ પાવર દ્વારા જણાવાયું હતું કે, ગેસની કિંમતો અને બળતણ ખર્ચમાં ઘટાડો થવાના કારણે ફ્યુઅલ સરચાર્જ ઘટ્યો છે.

ઉલ્લેખનીય છે કે ટોરેન્ટ પાવર દ્વારા કોલસો ખરીદવામાં આવે છે જેના ભાવમાં ઘટાડો થવાને પગલે તેનો લાભ ગ્રાહકોને આપવા માટે જર્ક દ્વારા આદેશ કરાયો હતો.

હવે યુનિટ દીઠ 18 પૈસા રેગ્યુલેટરી ચાર્જ લાગશે

ટોરેન્ટપાવર દ્વારા અમદાવાદ, ગાંધીનગરના ગ્રાહકો પાસેથી યુનિટ દીઠ 18 પૈસા અને સુરતના ગ્રાહકો પાસેથી 17 પૈસા રેગ્યુલેટરી ચાર્જ 1 જુલાઈની અસરથી વસૂલાશે. બાબતે કંપનીએ જણાવ્યું હતું કે, રેગ્યુલેટરી ચાર્જ અગાઉથી મંજૂર થયો હોવા છતાં ગત વર્ષે તે લાગુ કરાયો નહોતો, જે હવે અમલી બનાવાયો છે. તેમ છતાં ગ્રાહકોને ગત વર્ષ કરતાં 17 ટકા જેટલી રાહત મળી શકશે.

સરકારી વીજ કંપનીઓના દર જાહેર થશે

બળતણખર્ચ ઘટવાથી ફ્યુઅલ સરચાર્જમાં નોંધપાત્ર ઘટાડો થતાં રાજ્યભરના વીજગ્રાહકોને તેનો લાભ મળશે. સૌરભ પટેલે કહ્યું કે હાલ ટોરેન્ટ પાવરના ફ્યુઅલ સરચાર્જમાં ઘટાડો થયો છે. રાજ્ય સરકાર હસ્તકની 4 વીજ વિતરણ કંપનીઓના નવા ફ્યુઅલ સરચાર્જમાં પણ ઘટાડો થશે, જે અંગે હવે નિર્ણય લેવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો