તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • રુદ્રાક્ષ ટ્રસ્ટના ઠગ સંચાલકો સામે એરપોર્ટ પર લુક આઉટ નોટિસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રુદ્રાક્ષ ટ્રસ્ટના ઠગ સંચાલકો સામે એરપોર્ટ પર લુક આઉટ નોટિસ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વૃદ્ધો,વિધવા અને ત્યક્તાઓની મરણમૂડીના કરોડો રૂપિયા લઇને રફુચક્કર થઇ ગયેલા રુદ્રાક્ષ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલકો 25 દિવસ પછી પણ પોલીસના હાથમાં આવ્યા નથી. જ્યારે રુદ્રાક્ષ ટ્રસ્ટમાં પૈસા ગુમાવનારાઓની સંખ્યા 49 થઇ છે. જ્યારે છેતરપિંડીનો આંક 3.97 કરોડ થયો છે. મહત્વની વાત તો છે કે રુદ્રાક્ષ ચેરિટેબલ ટ્રસ્ટના ઠગ સંચાલકો કરોડો રૂપિયા લઇને વિદેશ ભાગી જાય તેવી શકયતા હોવાથી વસ્ત્રાપુર પોલીસે ઈમિગ્રેશન વિભાગને જાણ કરી હતી. જેના આધારે ઈમિગ્રેશન વિભાગે ભારતના તમામ એરપોર્ટ અને બંદર પર લુક આઉટ નોટિસ જારી કરી દીધી હોવાથી હવે ઠગ ટોળકી હવાઇ કે દરિયાઇ માર્ગે વિદેશ જઇ શકશે નહીં.

બોડકદેવ આનંદ હરિ ટાવરમાં રહેતા ભરતભાઇ દવેએ માનસી સર્કલ પાસેના સત્યમ મોલમાં રુદ્રાક્ષ ચેરિટેબલ ટ્રસ્ટ શરૂ કરી જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર ગ્રાન્ટ આપે છે.તેમજ તેમના ટ્રસ્ટમાં કોઇ વૃદ્ધ,વિધવા કે ત્યક્તા પૈસાનું રોકાણ કરે તો કેન્દ્ર સરકાર તેમને રોકાણ ઉપર મહિને 2 ટકા વળતર આપશે.

ભરતભાઇની લોભામણી જાહેરાતથી પ્રેરાઇને ઘણા બધા વૃદ્ધો, વિધવા અને ત્યક્તાઓએ તેમના ટ્રસ્ટમાં પૈસા રોક્યા હતા.ત્યારબાદ 19 જૂન 2016 ના રવિવારે ભરતભાઇ ફલેટ અને ઓફિસને તાળાં મારીને પત્ની સુશીલાબહેન,પુત્ર પ્રાકૃત,પુત્રવધૂ પ્રીતિ અને પૌત્ર પ્રથમ સાથે રફુચક્કર થઇ ગયા હતા.જ્યારે અંગે ભોગ બનનાર પૈકીના આનંદ હરિ ટાવરમાં રહેતા દેવાંગભાઇ પટેલએ તા.23 જૂનના રોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભરતભાઇ દવે અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

મહત્વની વાત તો છે કે 25 દિવસ પછી પણ વસ્ત્રાપુર પોલીસ હજુ સુધી ભરતભાઇ દવે કે તેમના પરિવારના સભ્યોને પકડી શકી નથી.આ અંગે વસ્ત્રાપુર ડીસ્ટાફ પીએસઆઈ આર.એન.વિરાણીએ જણાવ્યું હતુ કે ભરતભાઇ અને તેમના પરિવારના સભ્યો વિદેશ ભાગી જાય તે માટે ઈમિગ્રેશન વિભાગને જાણ કરવામાં આવી હતી.જેના આધારે ઈમિગ્રેશન વિભાગ દ્વારા દેશના તમામ એરપોર્ટ અને બંદર ઉપર જાણ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો