તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • નડિયાદમાં ક્લોરિન ગેસ ગળતર, 43ને અસર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં ક્લોરિન ગેસ ગળતર, 43ને અસર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદપ્રગતિનગર વિસ્તારમાં નગરપાિલકાની ટાંકીની બાજુમાં પાિલકાની ક્લોરીન ગેસ ટેન્કમાંથી સોમવારે સવારે ગેસ લીકેજ થતાં આસપાસના લોકો નાસભાગ મચી ગઈ હતી. બનાવના પગલે તંત્ર તાત્કાિલક ઘટનાસ્થળે પહોંચીને ગેસના કારણે થયેલી ગુંગળામણથી 43 વ્યકિતઓને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જ્યારે નડિયાદ સહિત અન્ય િજલ્લાની 14 ટેન્કરો દ્વારા ત્રણ કલાક પાણીનો મારો ચલાવીને ગેસને મંદ કરી દેવાયો હતો. નડિયાદ કપડવંજ રોડ પર પ્રગતિનગરમાં 15 િદવસ અગાઉ પાણીની ટાંકી જમીનદોસ્ત થઈ હતી.

...અનુસંધાન પાનાં નં.13

(સંલગ્નઅહેવાલ...જુઅો છેલ્લું પાનું)

...અનુસંધાનપાનાં નં.13 ત્યારબાદ પાણીની ટાંકીમાં ક્લોરીન ગેસનો સપ્લાય માટેની ટાંકીની બાજુમાં બનાવેલી ઓરડીમાં 900 િકલોની ત્રણ ક્લોરીનેશન ટેન્કો રાખેલી હતી. ટેન્કો પૈકી એક ટેન્કમાંથી સોમવારે સવારે 10.30 કલાકે ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. ક્લોરીન ગેસના ગળતરના પગલે વિસ્તારના રહીશોને ગુંગળામણ થઇ હતી. ઉપરાંત આંખોમાં બળતરા થવા લાગી હતી. જે પૈકી 43 વ્યકિતઓને ગેસની અસર થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ તંત્રનો કાફલો સ્થળ ઉપર પહોંચ્યો હતો અને નડિયાદ, આણંદ, કપડવંજ, અમદાવાદ વગેરે સ્થળોની 14 ટેન્કરો દ્વારા પાણીનોે મારો ચલાવીને ગેસની તીવ્રતાને મંદ કરી દેવાયો હતો અને અમદાવાદથી આવેલી રેસ્ક્યુ ટીમ દ્વારા અોરડીમાં પ્રવેશીને લીકેજ ટેન્કનો વાલ્વ બંધ કરી દીધો હતો.

ઘટનાના તાકિદના પગલાં ભરતાં તંત્રએ વિસ્તારના 10 હજાર વ્યકિતઓને સલામત સ્થળે ખસી જવાની સુચના આપી હતી. જેથી વિસ્તારમાં કરફ્યુ જેવો માહોલ સર્જાઈ ગયો હતો. બપોરે ત્રણ વાગે ગેસની અસર બંધ થઈ જતાં લોકો ઘરે પરત આવીને રાબેતા મુજબનું રોજીંદી કામગીરીમાં જોતરાઈ ગયા હતા.

નડિયાદ નગરપાિલકાની ગેસ ટેન્કમાંથી સોમવારે સવારે ક્લોરિન ગેસ લીકેજ થતાં નાસભાગ મચી ગઈ હતી. તેને રોકવાના પ્રયાસો કરાયા હતા.

10 હજારને સુરક્ષિત સ્થળે ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો